સુપ્રીમ કોર્ટ માટે કોઈ કેસ નાનો નથી-ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે હ્યું કે, સુપ્રીમ કોર્ટ માટે કોઈ મામલો નાનો નથી. માનવામાં આવી રહ્યું છે કે આ નિવેદન કાયદામંત્રી કિરણ રીજિજુને જવાબના સ્વરૂપમાં આવ્યુ છે.
છેલ્લા કેટલાક દિવસથી સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે ત્યારે હવે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ માટે કોઈ મામલો નાનો નથી. માનવામાં આવી રહ્યું છે કે આ નિવેદન કાયદામંત્રી કિરણ રીજિજુના નિવેદનની પ્રતિક્રિયારૂપે આવ્યુ છે.

અહીં તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં કાયદામંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે, જ્યારે કેસોની પેન્ડન્સી આટલી વધારે હોય ત્યારે સુપ્રીમ કોર્ટે જામીન અરજીઓ અને વ્યર્થ જાહેર હિતની અરજીઓની ચિંતા ન કરવી જોઈએ. કાયદા મંત્રીએ એક એવા કેસ પર નિવેદન આપ્યું હતું, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વીજળી ચોરીના ગુનામાં કુલ 18 વર્ષની સતત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
હવે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ માટે કોઈ બાબત નાની નથી. જો આપણે વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં કાર્યવાહી અને રાહત આપતા નથી તો આપણે અહીં શું કરી રહ્યા છીએ?
CJI ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે, જો તે દેશના નાગરિકોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરાશે તો સર્વોચ્ચ અદાલત તેની વિશિષ્ટ બંધારણીય સત્તાઓના ઉલ્લંઘન માટે કાર્ય કરશે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ નવ કેસમાં 18 વર્ષની જેલની સજા ભોગવી રહેલા એક વ્યક્તિની અરજી પર અલ્હાબાદ હાઇકોર્ટના આદેશને રદ્દ કરતા પૂછ્યું કે જો આપણે અંતરાત્માની વાત નથી સાંભળતા તો અહીં કેમ છીએ? સુપ્રીમ કોર્ટ માટે કોઈ બાબત નાની નથી. જો આપણે અંગત સ્વાતંત્ર્યની બાબતોમાં કાર્ય અને રાહત આપતા નથી તો આપણે અહીં શું કરી રહ્યા છીએ?












Click it and Unblock the Notifications
