No Confidence Motion : રાહુલ ગાંધીને ન મળી બોલવાની તક, ગોગોઈએ કહ્યું- અમારી મજબુરી હતી
No Confidence Motion : લોકસભા એક વખત સ્થગિત કર્યા બાદ બપોરે 12 કલાકે ફરી શરૂ થઈ હતી. આ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. હાલ લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ છે.
સ્થગિત કર્યા બાદ બપોરે 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ હોબાળો શરૂ થયો હતો. રાહુલ ગાંધીને ક્યારે બોલવા દેવાશે, તે અંગે સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો વચ્ચે આસામના સાંસદ ગોગોઈ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે પહેલા બોલવા ઉભા થયા અને ચર્ચા શરૂ કરી હતી.

અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અમારી મજબૂરી હતી : ગોગોઈ - આસામના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અમારી મજબૂરી હતી. અમે ઈચ્છીએ છીએ કે, તેઓ વડાપ્રધાન હોવાને કારણે ગૃહમાં આવે અને મણિપુર મુદ્દે બોલે. આ અમારી અપેક્ષા હતી, પરંતુ અફસોસની વાત એ છે કે, આવું ન થયું વડાપ્રધાન મોદીએ આ અંગે મૌન વ્રત લીધું છે કે, તેઓ બંને ગૃહમાં બોલશે નહીં. તેથી જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને આ અવિશ્વાસ પ્રસ્તાવથી અમે વડાપ્રધાન મોદીના મૌનનું વ્રત તોડવા માંગીએ છીએ.
ગોગોઈએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ સુધી મણિપુર કેમ નથી ગયા? વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પાસે જે શક્તિ છે તે કોઈની પાસે નથી. સવાલ એ પણ છે કે, મણિપુરના મુખ્યમંત્રીને કેમ હટાવવામાં ન આવ્યા. ગુજરાત અને ઉત્તરાખંડમાં ચૂંટણી આવી રહી હતી, ત્યારે સીએમ બદલવામાં આવ્યા હતા, તો મણિપુરમાં કેમ નહીં.
રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા સંસદ પહોંચ્યા - રાહુલ ગાંધી
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા સંસદ પહોંચ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ પહેલા ચર્ચા શરૂ કરશે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.
ગૌરવ ગોગોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી - કોંગ્રેસના સાંસદ ગૌરવ
ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. તેમણે જણાવ્યું હતું કે, અમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે. તે ક્યારેય સંખ્યાની વાત નહોતી, પરંતુ મણિપુર માટે ન્યાયની વાત હતી. હું પ્રસ્તાવ મૂકું છું કે આ ગૃહ સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કરે છે. INDIA આ પ્રસ્તાવ મણિપુર માટે લાવવામાં આવ્યો છે. મણિપુરને ન્યાય જોઈએ છે.
ગૌરવ ગોગોઈએ વડાપ્રધાન મોદી સમક્ષ 3 પ્રશ્નો મૂક્યા - અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સંસદમાં મૌન નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી છે. તેથી જ તેમનું મૌન તોડવા માટે અમારે અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી.
અમારા તેમના માટે ત્રણ પ્રશ્નો છે -
1. તેમણે આજ સુધી મણિપુરની મુલાકાત કેમ લીધી નથી?
2. તેમને મણિપુર પર બોલતા લગભગ 80 દિવસ કેમ લાગ્યા અને જ્યારે તેઓ બોલ્યા ત્યારે તે માત્ર 30 સેકન્ડ માટે જ કેમ બોલ્યા?
3. અત્યાર સુધી મણિપુરના મુખ્યમંત્રીને કેમ બરખાસ્ત ન કરાયા?
PM એ સ્વીકારવું જોઈએ કે, મણિપુરમાં ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ છે : ગૌરવ ગોગોઈ
અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. તેથી જ, મણિપુરમાં 150 લોકોના મોત થયા, લગભગ 5000 ઘર બળી ગયા, લગભગ 60,000 લોકો રાહત શિબિરોમાં છે અને લગભગ 6500 FIR નોંધવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી, જેમણે સંવાદ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું, તેમણે છેલ્લા 2-3 દિવસમાં ઉશ્કેરણીજનક પગલાં લીધાં છે જેના કારણે સમાજમાં તંગદિલી સર્જાઈ છે.
અધીર રંજન ચૌધરીએ સાંસદ નિશિકાંત દુબે પર લગાવ્યા ગંભીર આરોપ
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગૃહમાં કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પાયાવિહોણા નિવેદનો કર્યા હતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. નિયમો અનુસાર, અમારી પાર્ટી અને સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી દળોએ સ્પીકરને પત્ર લખ્યો છે. કારણ કે, આવા આક્ષેપો કરી શકાય નહીં.
જો અમે નહીં સાંભળીએ તો કોઈને બોલવા નહીં દઈએઃ નિશિકાંત દુબે
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે જો તેઓ મારી વાત નહીં સાંભળે તો રાહુલ ગાંધી પણ અહીં બોલી શકશે નહીં, તો પછી અમે વિપક્ષમાંથી કોઈને બોલવા નહીં દઈએ, તો અમે ગૃહનું કામકાજ પણ નહીં થવા દઈએ. નિશિકાંત દુબેએ કહ્યું કે અમે વિચારી રહ્યા હતા કે રાહુલ ગાંધીનું ભાષણ હશે, મોટા-મોટા દાવાઓ સાંભળી રહ્યા હતા, પરંતુ કદાચ રાહુલ ગાંધી ઊંઘ્યા પછી જાગી ગયા હશે, તેથી જ તેઓ ભાષણ આપી શક્યા નહીં.
રાહુલ ગાંધીને બદલે ગોગોઈને પહેલા કેમ બોલવા દેવાયા : ભાજપ
ભાજપે સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે, રાહુલ ગાંધીને બદલે ગોગોઈને પહેલા બોલવાની તક કેમ આપવામાં આવી? અમે રાહુલ ગાંધીને સાંભળવા આવ્યા હતા. ભાજપે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને પહેલા બોલવા માટે પત્ર કેમ આપવામાં આવ્યો, જ્યારે આસામના સાંસદ ગોગોઈ પહેલા બોલી રહ્યા છે.
મને લાગ્યું કે રાહુલ ગાંધી પહેલા બોલશે : નિશિકાંત દુબે
ગોગોઈના લોકસભામાં સંબોધન બાદ ભારતીય જનતા પાર્ટી સાંસદ નિશિકાંત દુબેએ ચર્ચામાં ભાગ લીધો હતો. લોકસભામાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, મને લાગ્યું કે રાહુલ ગાંધી પહેલા બોલશે. નિશિકાંત દુબેના ભાષણ દરમિયાન વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા અને હોબાળો મચાવ્યો હતો.
પ્રહલાદ જોશીએ હોબાળા વચ્ચે જણાવ્યું હતું કે, ગૌરવ ગોગોઈનું ભાષણ પૂરું થઈ ગયું છે, હવે વિપક્ષ નિશિકાંત દુબેના ભાષણથી કેમ ડરે છે. આ પછી નિશિકાંત દુબેએ બોલવાનું શરૂ કર્યું હતું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
