FDI પર સર્વદળીય બેઠકમાં મીડું, વિપક્ષની ચર્ચા સાથે વોટિંગની માગ
નવી દિલ્હી, 26 નવેમ્બર: સંસદની કાર્યવાહીને સારી રીતે ચલાવવા માટે મળેલી સરકારની સર્વદળીય બેઠક અર્થવિહોણી રહી. આ બેઠકમાં પણ રિટેઇલમાં એફડીઆઇના મુદ્દે સામાન્ય સહમતિ બની શકી નહી.
વિપક્ષ ચર્ચા સાથે વોટિંગ પર અડેલો છે, જ્યારે સરકાર આના માટે તૈયાર નથી. જ્યારે એસપી અને બીએસપીએ કહ્યું કે સ્પીકર જ આની પર કોઇ નિર્ણય લે. ઉલ્લેખનીય છે કે સત્રની શરૂઆતમાં પણ પ્રધાનમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં પણ કોઇ આખરી નિર્ણય લેવાઇ શક્યો નહીં.

બીજી બાજુ સરકારની દલીલ છે કે એનડીએના શાસન દરમિયાન ક્યારેય વોટિંગવાળા નિયમ અંતર્ગત ચર્ચા કરાઇ નથી. આવામાં લોકસભામાં નિયમ 184 અંતર્ગત ચર્ચા કરવાની વિપક્ષની જીદ એ માત્ર સરકારને અપમાનિત કરવાનું કાવતરૂં છે.












Click it and Unblock the Notifications
