For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએસએફે પાકિસ્તાની રેંજર્સને મીઠાઇ ના ખવડાવી, જાણો કારણ

ઈદના અવસરે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને બોર્ડર પરના પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે મીઠાઇનો વ્યવહાર કરવામાં આવ્યો નથી.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરના સમાચારમાં, ઈદના અવસરે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને બોર્ડર પરના પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે મીઠાઇનો વ્યવહાર કરવામાં આવ્યો નથી. આપને જણાવી દઈએ કે ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલ કલમ 370 ને દૂર કરીને રાજ્યને અપાયેલ વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો છે. પાકિસ્તાને ભારત સરકારના નિર્ણયને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવીને તેને માનવાની ના પાડી દીધી છે.

bsf

રેન્જર્સે કોઈ પ્રતિક્રિયા નહીં આપી

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઈદના અવસરે બીએસએફ અને પાક રેન્જર્સ વચ્ચેની સરહદ પર મીઠાઇનો વ્યવહાર કરવામાં આવ્યો નથી. બીએસએફ, રેન્જર્સને મીઠાઇ આપવા માંગતા હાય પરંતુ પાકિસ્તાની રેન્જર્સએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આને કારણે મીઠાઇ આપી શકાય નહોતી. જોકે, બીએસએફ દ્વારા રવિવારે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હાલના સંજોગોમાં પાકિસ્તાની રેન્જર્સ સાથે મીઠાઇની આપ-લે કરવાની પરંપરા આ વખતે તૂટી જાય તેવી સંભાવના છે. અમૃતસર સેક્ટરના બીએસએફના ડીઆઈજી જેએસ ઓબેરોયે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, એક પરંપરા મુજબ ઇદના અવસરે, રેન્જર્સ અધિકારીઓ અમને મીઠાઇ ઓફર કરે છે અને અમે તેમને મીઠાઇ પણ આપીએ છીએ. આ વખતે અમે રેન્જર્સની ઓફરની રાહ જોઈશું અને ત્યારપછી કોઈ નિર્ણય લઈશું.

ક્યારે ક્યારે મીઠાઈ આપવામાં આવે છે

દિવાળી, ઈદ સિવાય સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન નિમિત્તે બંને દેશોની સેના મીઠાઇની આપ-લે કરે છે. પાકિસ્તાનમાં ભારતના નિર્ણયથી આક્રોશ છે કે તેમને ભારત સાથેના તમામ રાજદ્વારી સંબંધોને તોડી નાખ્યા છે. શનિવારે, પાકિસ્તાને અટારી બોર્ડર દ્વારા ભારત સાથેનો વેપાર સમાપ્ત કર્યો છે. ગયા વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે પાકિસ્તાનને ભારત તરફથી મીઠાઇ આપવામાં આવી નહોતી. એલઓસી પર ચાલી રહેલા યુદ્ધવિરામના ભંગને કારણે ભારતે તે નિર્ણય લીધો હતો. અગાઉ 2016 માં સર્જિકલ સ્ટ્રાઈક પછી દિવાળીના પ્રસંગે બીએસએફએ પાક રેન્જર્સને મીઠાઇ ઓફર કરી ન હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનનું નવું નાટક, કાશ્મીર માટે ઈદનું જશ્ન કુરબાન

English summary
No exchanges of sweets between BSF and Pakistani Rangers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X