વૈષ્ણો દેવી શાઇન બોર્ડ માત્ર રૂપિયા કમાવાનું સાધન બની ગયું છે: અનિલ મૌર્ય

એટલું જ નહીં અનિલે એ દાવો પણ કર્યો છે કે તેની પાસે આ વાતને સાબિત કરવા માટે પુરાવા પણ છે. અનિલ મૌર્યનું કહેવું છે કે 'હું છેલ્લા નવ વર્ષોથી સતત માતાના ધામમાં આવી રહ્યો છું, પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે મારે દર્શન કર્યા વગર જ પાછું આવવું પડ્યું.'
તેણે જણાવ્યું કે શાઇન બોર્ડ માત્ર રૂપિયા કમાવવાનું સાધન બની ગયું છે તેને દર્શનાર્થીની તકલીફથી કોઇ મતલબ નથી. વરસાદ થવા પર અહીં રહેવા કરવાની કોઇ સગવડ નથી. ઘોડાઓના હાલ એ છે કે ધમાધમ ચાલ્યા આવે કોઇ કંઇ કહેવાવાડુ નથી.લોકોને મુર્ખ બનાવવા માટે ઠેરઠેર દવાખાના બનેલા છે, પરંતુ દવા બહારથી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે મારી વિકલાંગ માતા અર્દ્ધકુમારીમાં દવા લેવા ગઇ તો કહેવામાં આવ્યું કે મેડિકલ પર જઇને દવા લઇ લો.
અનિલે એક ગંભીર સવાલ ઉઠાવ્યો છે અને બોર્ડને પૂછવામાં આવ્યું રહ્યું છે કે આખરે બધા નાણા ક્યા જઇ રહ્યા છે. રસ્તામાં પડતી દુકાનો છાપેલી કિંમત કરતા વધારે રૂપિયા લે છે. હવે તો દુકાનદાર ગુંડાગીરી પણ કરે છે. હું એક દિવસ ત્રિકુટા ભવનમાં રહ્યો અને 2 દિવસ અર્દ્ધકુમારીમાં શૈલપુત્રી ભવનમાં રહ્યો. ભૈરવનાથ સુધી ગયો પણ દર્શન ના કરી શક્યો.
તેમણે શાઇન બોર્ડને નિવેદન કર્યું છે કે તેઓ પોતાની વ્યવસ્થામાં સુધાર લાવીને સૂચિત કરવાની કૃપા કરે અથવા તો મારી સાથે આખા ધામની યાત્રા કરે હું અવ્યવસ્થા બતાવી શકું છું. જ્યારે હું જમ્મુ જવા માટે બસ પકડવા આવ્યો તો જોયું કે બસ 1 છે અને યાત્રાળુઓ 10 બસો જેટલા. યાત્રીઓ પોતાનો જીવ જોખમમાં નાખીને બારીમાંથી બસમાં ચડી રહ્યા હતા. અનિલે બોર્ડને આગ્રહ કર્યો છે કે તે આસ્થાને વ્યાપાર ના બનાવે.












Click it and Unblock the Notifications
