વૂમન્સ ડે સ્પેશ્યિલ: ઘરને ઘર બનાવતી સ્ત્રીઓના નામે નથી પોતાનું કોઇ ઘર
ભારતમાં હાલ અનેક મહિલાઓ નોકરીઓ કરે છે. આર્થિક રીતે સધ્ધર છે. પણ તમે મહિલાઓની સ્થિર સંપત્તિના આ આંકડાઓ જોશે તો તમે ચોંકી જશો.

ઘરને ઘર બનાવતી સ્ત્રી પાસે પોતાનું કોઇ ઘર નહીં
એક માહિતી મુજબ દિલ્હીમાં માત્ર 10 ટકા ઘર જ મહિલાઓના નામ પર લેવાય છે. એટલે કે મોટાભાગીની મહિલાઓ તેમની આખી જીંદગી જે ઘરને સજાવા, સવારવામાં નીકાળી દે છે તેની પર તેમનો કોઇ હક નથી.
આ તથ્ય દિલ્હીના એક સબ રજિસ્ટ્રર દ્વારા બહાર આવ્યું છે. પણ દેશના અન્ય મહાનગરો જેમ કે મુંબઇ, બેંગ્લોરની સ્થિતિ પણ કંઇ વખાણવા જેવી નથી.
મોટા ભાગે 78-80 ટકા ઘરની ખરીદી સંયુક્ત રૂપે કરવામાં આવે છે. એટલે કે પતિ-પત્ની બન્નેના નામે. અને તેની પાછળ પત્નીના હકની વાત કરતા સ્ટેમ્પ ડ્યૂટી ઓછી આપવાની લાલચ વધુ જવાબદાર છે. કારણ કે જો મહિલાઓના નામથી ઘર લેવાશે તો સ્ટેમ્પ ડ્યૂટી 2 ટકા ઓછી આપવી પડશે તેવો સરકારી નિયમ છે.
મુસ્લિમ મહિલાઓની હાલત વધુ ખરાબ
પોતાના નામે કે સંયુક્ત રીતે ઘરમાં નામ હોવા મામલે મુસ્લિમ મહિલાઓની ટકાવારી સૌથી ખરાબ છે. મોટાભાગની મહિલાઓને ઘર જેવી સ્થિર સંપત્તિ પર કોઇ અધિકાર જ નથી.
કાલે વુમન્સ ડે છે. મોટા ભાગે આ દિવસે લોકો મહિલાઓના સમાનતાના અધિકારને લઇને ચર્ચાઓ કરતા રહેતા હોય છે પણ હકીકતે શું છે તે આવી માહિતીઓ રજૂ કરે છે.












Click it and Unblock the Notifications
