For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનના બીજા ડોઝના 9 મહિના પહેલા બૂસ્ટર ડોઝની જરુર નથીઃ આરોગ્ય અધિકારી

કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ અંગે આરોગ્ય અધિકારીઓ તરફથી માહિતી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના સંક્રમણના પ્રસાર વચ્ચે દેશમાં વેક્સીનનો ત્રીજો ડોઝ(બૂસ્ટર ડોઝ)ની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી ન્યૂઝ-18એ માહિતી આપી છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે વિભાગમાંથી સંબંધિત સ્થાયી સમિતિની બેઠકમાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)ના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યુ કે કેન્દ્ર સરકાર આને 'બૂસ્ટર ડોઝ' નહિ પરંતુ 'ત્રીજો ડોઝ'નુ નામ આપી રહી છે. સમિતિને એ પણ કહેવામાં આવ્યુ છે કે ત્રીજા ડોઝની જરુર બીજા ડોઝના 9 મહિના પછી જ પડશે. અત્યાર સુધી ભારતના લોકોને વધુ ત્રીજો ડોઝ આપવા માટે ના તો કોઈ શોધ કરવામાં આવી છે અને ના કોઈ નીતિ બનાવવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓએ બેઠકમાં કહ્યુ કે કોરોના વેક્સીનના બીજા ડોઝના 9 મહિના પહેલા ત્રીજા ડોઝની જરુર નથી.

corona vaccine

પ્રોફેસર રામગોપાલ યાદવના નેતૃત્વાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંબંધિત સ્થાયી સમિતિની બેઠકમાં આ ટિપ્પણી કરવામાં આવી છે. બેઠકનુ આયોજન ઓમિક્રૉન સંસ્કરણ દ્વારા ઉત્પન્ન પડકારો, અપનાવવામાં આવેલી રણનીતિ અને તેનો સામનો કરવા માટે કરવામાં આવેલા ઉપાયો માટે કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં હાજર અધિકારીઓમાં આઈસીએમઆરના ડીજી અને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને સંયુક્ત સચિવ -આરોગ્ય લવ અગ્રવાલ પણ શામેલ હતા.

રામગોપાલ યાદવની અધ્યક્ષતામાં સમિતિએ કોવિડ-19 સામે આ આખી લડાઈમાં આરોગ્ય મંત્રાલયના પ્રયાસો અને જે રીતે રસીકરણ અભિયાનને આગળ વધાર્યુ છે તેની પ્રશંસા કરી. સમિતિએ ઓમિક્રૉન વેરિઅંટનો સામનો કરવા માટે ત્વરિક દ્રષ્ટિકોણ અને છેલ્લા બે સપ્તાહમાં અનુકરણીય પ્રયાસો માટે આરોગ્ય મંત્રાલયને અભિનંદન આપ્યા. સૂત્રોએ સીએનએન-ન્યૂઝ 18ને જણાવ્યુ કે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સભ્યોને જણાવ્યુ કે ભારત દ્વારા બાળકોને વેક્સીન આપવાનુ શરૂ કરતા પહેલા વધુ શોધ અને ડેટાની રાહ જોવામાં આવી રહી છે.

English summary
No Need for 3rd dose before 9 months of 2nd vaccine says Health Officials Panel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X