કર્ણાટકમાં અમૂલના બહિષ્કારની કોઈ જરુર નથીઃ ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ
Karnataka Election: કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પારો વધુ ગરમાઈ રહ્યો છે.
કર્ણાટકમાં નંદિની વિ. અમૂલ પર ચાલી રહેલ રાજકીય લડાઈ વધુ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે એક મોટુ નિવેદન આપ્યુ છે.

તમને જણાવી દઈએ કે ડેરી ઉત્પાદનો બનાવતી કંપની નંદિની અને અમૂલ વચ્ચે લડાઈ ત્યારે શરુ થઈ જ્યારે અમૂલે બેંગલુરુમાં પોતાની ડેરી પ્રોડક્ટ વેચવાની ઘોષણા કરી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે દક્ષિણી રાજ્યમાં અમૂલના બહિષ્કારની કોઈ જરુર નથી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ, 'મારા મતે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવુ હોય તે કરો. જો અમૂલ કંઈક છીનવી રહ્યુ હોય તો તે વિરોધની બાબત છે.' કર્ણાટકમાં વિપક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) એ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણના રાજ્યમાં અમૂલને મંજૂરી આપીને નંદિનીને ખતમ કરવા માંગે છે.
જો કે કર્ણાટકમાં બસવરાજ બોમાઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યુ છે કે અમૂલ તરફથી નંદિનીને કોઈ ખતરો નથી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યુ કે સુરતમાં સારી નગર યોજનાઓ છે.
આ સાથે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, 'પાણી લોકો અને વ્યવસાયિક પ્રવૃતિઓ માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. આપણે જોવાનુ છે કે આપણે બીજુ શું કરી શકીએ.' તેમણે એમ પણ કહ્યુ કે ગુજરાત કુદરતી ખેતી તરફ આગળ વધી રહ્યુ છે. કુદરતી ખેતીને આગળનો માર્ગ ગણાવતા તેમણે કહ્યુ કે વિરોધ પક્ષો ભલે ખેતીને લઈને સવાલો ઉઠાવી રહ્યા હોય પરંતુ કોઈ ખેડૂતને કોઈ ફરિયાદ નથી.












Click it and Unblock the Notifications
