For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Poonam Dhillon Birthday: પૂનમ ઢિલ્લોને શશિ કપૂરને મારી દીધો હતો લાફો, યશ ચોપડા સામે રાખી હતી એવી શરત

|
Google Oneindia Gujarati News

Poonam Dhillon Birthday: બૉલિવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક પૂનમ ઢિલ્લોનના અભિનય સાથે તેની સુંદરતાના પણ લોકો દીવાના હતા. આજે પૂનમ ઢિલ્લોં પોતાનો 61મો જન્મદિવસ મનાવી રહી છે.

પૂનમ ઢિલ્લોન અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર હતી. અભ્યાસમાં કોઈ પણ અડચણ તેને પસંદ નહોતી. તે ડૉક્ટર બનવા માંગતી હતી. આવો તેના જન્મદિવસના આ ખાસ અવસર પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

Poonam Dhillon

પૂનમ ઢિલ્લોનની ગણતરી 80ના દાયકાની સુંદર અભિનેત્રીઓમાં થાય છે. પૂનમ ઢિલ્લોને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. પૂનમ ઢિલ્લોનનો જન્મ કાનપુરમાં થયો હતો. તેના પિતા ભારતીય વાયુસેનામાં એરક્રાફ્ટ એન્જિનિયર હતા.

મોદીજી તમે દલિત-આદિવાસી-ઓબીસીને તેમનો હક ના અપાવી શકતા હોય તો હટી જાવ, અમે કરીને બતાવીએઃ રાહુલ ગાંધીમોદીજી તમે દલિત-આદિવાસી-ઓબીસીને તેમનો હક ના અપાવી શકતા હોય તો હટી જાવ, અમે કરીને બતાવીએઃ રાહુલ ગાંધી

પૂનમ ધિલ્લોને માત્ર 15 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ત્રિશુલમાં તેમને પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી. પૂનમ ઢિલ્લોને બૉલિવુડમાં પગ મૂકતા પહેલા વર્ષ 1977માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયુ નથી. ત્યારથી તેને ઘણી ફિલ્મોની ઑફર મળવા લાગી.

Akshaya Tritiya 2023: 22 એપ્રિલે અખાત્રીજે કરો આ 5 વાસ્તુ શાસ્ત્રના ઉપાય, ઘરમાં નહિ થાય લક્ષ્મીની કમીAkshaya Tritiya 2023: 22 એપ્રિલે અખાત્રીજે કરો આ 5 વાસ્તુ શાસ્ત્રના ઉપાય, ઘરમાં નહિ થાય લક્ષ્મીની કમી

તમને જણાવી દઈએ કે પૂનમ ઢિલ્લોન એટલી સુંદર હતી કે યશ ચોપરાએ તેને નાની ઉંમરમાં જ પોતાની ફિલ્મમાં હિરોઈન બનવાની ઑફર કરી હતી. પૂનમ ઢિલ્લોનને શાળાના દિવસોમાં યશ ચોપરાએ એક ફિલ્મની ઑફર કરી હતી. કહેવાય છે કે તે સમયે પૂનમે આ ઑફર ફગાવી દીધી હતી. જોકે, એક શરત સાથે તે પછીથી આ ફિલ્મમાં કામ કરવા રાજી થઈ ગઈ. પૂનમ ઢિલ્લોને મેકર્સ સામે એક શરત મૂકી હતી કે તે સ્કૂલની રજાઓમાં જ ફિલ્મનુ શૂટિંગ કરશે.

Karnataka Election: ભાજપમાંથી રાજીનામુ આપી પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જોઈન કર્યુ કોંગ્રેસKarnataka Election: ભાજપમાંથી રાજીનામુ આપી પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જોઈન કર્યુ કોંગ્રેસ

અભિનેત્રી પૂનમ ઢિલ્લોન સાથે જોડાયેલી બીજી એક વાત ઘણી ફેમસ થઈ હતી. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા શશિ કપૂરને પૂનમ ઢિલ્લોને થપ્પડ મારવાની હતી. આવી સ્થિતિમાં તેણે શશિ કપૂરને ફિલ્મના આ સીનને રિયલ બનાવવા માટે શશિ કપૂરને કહ્યા વગર જ થપ્પડ મારી દીધી હતી. થપ્પડ માર્યા બાદ શશિ કપૂર પણ થોડીવાર માટે ચોંકી ગયા હતા.

English summary
Poonam Dhillon B'day: She slapped Shashi Kapoor on set, put such a condition in front of Yash Chopra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X