For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાલમાં પેટ્રોલપંપવાળાઓનો હડતાળ પર ઉતરવાનો કોઇ ઇરાદો નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

petrol pump
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ટેડર્સ (એફએઆઇપીટી)એ કહ્યું હતું કે તેમનો ઇરાદો હડતાળ પર જવાનો નથી, કારણ કે સરકાર ડીલરોનું કમિશન વધારવા અંગે વિચાર કરી રહી છે. ફેડરેશનનો દાવો છે કે દેશભરમાં 42,000 પેટ્રોલપંપ ઓપરેટર તેના સભ્યો છે.

એફએઆઇપીટીએ કહ્યું છે કે પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ તે પેટ્રોલપંપ ધારકો ઇંઘણ ખરીદશે નહી એ વાતમાં કોઇ સચ્ચાઇ નથી. ફેડરેશન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ બધા પંટ્રોલપંપ સામાન્ય રીતે કામ કરશે.

એમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે પહેલાંથી જ બધી તેલ માર્કેટિંગ કંપનીઓને લખ્યું છે કે 15 દિવસની અંદર તે આ મુદ્દે નિરાકરણ લાવે અને ડીલરોની માંગ પૂરી કરે. એફએઆઇપીટીના સભ્યોનો કોઇ પ્રકારનું આંદોલન કરવાનો ઇરાદો નથી.

થોડાં મહિના પહેલાં ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સે અશોક બધવારની અધ્યક્ષતાવાળા એફએઆઇપીટી સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી છે. કનફેડરેશને ગત સપ્તાહે કહ્યું હતું કે ડીલર ગંભીર નાણાંકીય સંકટમાં છે અને તે સંચાલન ખર્ચની કિંમતોમાં વધારો થતાં તેમની પાસે સંચાલનમાં કાપ મૂકવા સિવાય કોઇ રસ્તો નથી.

એફએઆઇપીટીએ કહ્યું છે કે અખિલ ભારતીય સ્તર પર કરવામાં આવેલા વિશ્લેષણના મુજબ ડીલરોનું કમિશન હાલમાં 1.49 પ્રતિ લિટર છે જેને વધારીને 2.16 અને ડીઝલ પર 91 પૈસા જેને વધારીને 1.32 રૂપિયા પ્રતિ લિટરે કરવાની જરૂરિયાત છે.

English summary
Federation of All India Petroleum Traders, an umbrella body which claims to represent most of the 42,000 petrol pump operators in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X