કુંડા ડીએસપી હત્યા મામલે રાજા ભૈયાને મળી ક્લીન ચિટ

સીબીઆઇએ જણાવ્યા પ્રમાણે ડીએસપી હત્યા મામલે રાજા ભૈયાનો હાથ હોવાના સંકેત મળ્યા નથી. સીબીઆઇએ કહ્યું કે, હકનું મોત ગામના પ્રધાન નન્હે યાદવની હત્યાંથી ગુસ્સે ભરાયેલા ટોળાના હાથે થયું હોવાની આશંકા છે. એજન્સીનું કહેવું છે કે તેમનું આ પ્રારંભિક તારણ સાક્ષીઓના નિવેદનોના આધારે છે. સીબીઆઇએ જ્યાં રાજા ભૈયાને ક્લીન ચિત આપીને રાહત આપી છે તો બીજી તરફ ડીએસપીની હત્યાનો આરોપ ટોળા પર લગાવ્યો છે. સીબીઆઇએ જણાવ્યા પ્રમાણે બલીપુર ગામના પ્રધાનની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ હક પર હુમલો કર્યો અને તેમાંથી જ કોઇ એકએ તેમની હત્યા કરી નાંખી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સીબીઆઇની તપાસમાં અત્યારસુધી ડીએસપીની હત્યામાં રાજા ભૈયા સામેલ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી, પરંતુ આ સ્ટેજ પર હજુ સુધી કોઇ અંતિમ તારણ પર પહોંચી શક્યા નથી.
નોંધનીય છેકે ડીએસપીની હત્યા મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે ડીએસપીના બેલ્ટ સહિત ઘણી મહત્વની વસ્તુઓ મેળવી છે. તપાસ ટીમ મામલાને હલ કરવા માટે હરસંભવ પુરાવાઓ એકઠાં કરવામાં લાગેલી છે. પ્રારંભિક તપાસથી હકની હત્યાનો મામલો થોડેક અંશે સ્પષ્ટ થઇ રહ્યો છે પરંતુ કોઇ અંતિમ તારણ પર પહોંચતા પહેલાં પ્રધાન નન્હે અને તેમના ભાઇ સુરેશની હત્યાની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ.
ટીમ નન્હે અને સુરેશ યાદવના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, જેથી ઘટનાની કડીઓને એકબીજા સાથે જોડી શકાય અને તથ્ય સામે લાવી શકાય. તપાસ એજન્સીને ગોળીઓ વાળી બેલ્ટ સહિત કેટલીક મહત્વની વસ્તુઓ મળી છે. સીબીઆઇએ ડીએસપીની ગાયબ રિવોલ્વર પણ હાંસલ કરવામાં આવી છે. તપાસ એજન્સીના નિવેદનથી બાહુબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને મોટી રાહત મળી છે, પરંતુ એજન્સી હજુ સુધી પોતાના અંતિમ તારણ પર પહોંચી નથી. અંતિમ પરિણામ આવ્યા પછી જ ટીમ પોતાનો અહેવાલ સરકારને સોંપશે.












Click it and Unblock the Notifications
