For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દિલ્લીમાં 9 વર્ષની બાળકીનો રેપ થયો હતો કે નહી તેના કોઈ પુરાવા નથી', પોલિસે કોર્ટને કહ્યુ

દિલ્લીમાં 9 વર્ષની બાળકીનો કથિત રીતે રેપ અને હત્યા કેસમાં દિલ્લી પોલિસે અદાલતને સૂચિત કર્યુ છે કે તેને હજુ એ અંગેની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી કે બાળકીનો રેપ થયો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં 9 વર્ષની બાળકીનો કથિત રીતે રેપ અને હત્યા કેસમાં દિલ્લી પોલિસે અદાલતને સૂચિત કર્યુ છે કે તેને હજુ એ અંગેની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી કે બાળકીનો રેપ થયો હતો. પોલિસે કોર્ટમાં કહ્યુ છે કે 1 ઓગસ્ટના રોજ છાવણી પાસે એક ગામમાં કથિત રીતે હત્યા અને બળજબરીથી અંતિમ સંસ્કાર કરતા પહેલા 9 વર્ષીય દલિત બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો એ માટેના અમને હાલમાં કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. પોલિસે કહ્યુ કે અત્યાર સુધીની તપાસમાં અમને એવુ કંઈ મળ્યુ નથી જેના આધારે બાળકીના રેપની પુષ્ટિ કરી શકાય.

delhi police

આ કેસની તપાસ કરી રહેલા અધિકારી આઈઓ રિછપાલ સિંહે અદાલતને જણાવ્ય કે અમે આ સ્તરે એ ન કહી શકીએ કે પીડિતાના સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તે જેલમાં છે. અધિક સત્ર ન્યાયાધીશ આશુતોષ કુમારના સવાલનો જવાબ આપીને આઈઓ રિછપાલ સિંહે કહ્યુ કે તે નિર્ણાયક રીતે કહી ન શકે કે કથિત રીતે હત્યા પહેલા પીડિતાનુ યૌન ઉત્પીડન કરવામાં આવ્યુ હતુ કે નહિ.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ છે, 'દિલ્લી પોલિસે સ્વીકાર્યુ છે કે ના તો કોઈ નજરે જોનાર સાક્ષીનુ કોઈ નિવેદન અને ના મેડિકલ કે વૈજ્ઞાનિક સહિત કોઈ અન્ય પ્રકારના પુરાવા આ પુષ્ટિ કરવા માટે એકત્ર થયાછે કે પીડિત બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો કે નહિ.' કોર્ટે આગળ કહ્યુ છે કે આ સ્તરે પોલિસ નિર્ણાયક રીતે એ ન કહી શકે કે પીડિત બાળકી સાથે બળાત્કાર થયો હતો કે નહિ.

રિપોર્ટમાં આઈઓએ કોર્ટેને એ પણ જણાવ્યુ કે 3 ઓગસ્ટ, 2021ના રોજ કરાયેલા પીડિતાના પોસ્ટમૉર્ટમ અનુસાર બાળકીના શરીર પર કોઈ પણ યૌન હુમલા સંબંધિત કોઈ ઠોસ માહિતી મળી નથી. પોસ્ટમૉર્ટમથી ચોક્કસપણે જાણી શકાયુ નથી કે બળાત્કાર થયો હતો કે નહિ. તપાસ અધિકારીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ, 'પરંતુ એ એકદમ સ્પષ્ટ છે કે બાળકીના મોત બાદ શબને બાળવામાં આવ્યુ હતુ.' પોલિસે એ પણ કહ્યુ કે ચારમાંથી બે આરોપીઓએ ગુનો સ્વીકાર્યો છે.

આઈઓએ કોર્ટેને જણાવ્યુ કે ચાર આરોપીઓના નિવેદનોથી જાણવા મળ્યુ છે કે આરોપી રાધે શ્યામ અને કુલદીપ સિંહે સગીર બાળકીનો બળાત્કાર અને હત્યા કરી હતી. બાકી બે આરોપીઓ સલીમ અહેમદ અને લક્ષ્મી નારાયણે સગીર બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં તેમની મદદ કરી હતી.

English summary
No proof to confirm rape of 9-year-old girl in delhi said police to court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X