મોદીની આશા પર ગડકરીએ ફેરવ્યું પાણી

nitin gadkari
નવી દિલ્હી, 7 ડિસેમ્બર: ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થકોને આજે એવું કહીને નિરાશ કરી દીધા કે 2014ના લોકસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી કોઇને પણ પ્રધાનમંત્રી પદ માટે જાહેર કરવામાં આવ્યા નથી. ગડકરીએ કહ્યું કે ભાજપ 2014ની લોકસભા ચૂંટણી બાદ જ પ્રધાનમંત્રી પદ માટે નિર્ણય કરવામાં આવશે.

એક ખાનગી ચેનલે કરેલા ઇન્ટર્વ્યુંમાં ગડકરીએ જણાવ્યું કે '2014ની સામાન્ય ચૂંટણીના પરિણામ નક્કી કરશે કે કોણ પ્રધાનમંત્રી બનશે.' પાર્ટી અધ્યક્ષની ટિપ્પણી વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના ગુજરાતમાં પ્રચાર અભિયાન દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીના થોડા દિવસ બાદ જ આવી છે. સુષમાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીમાં પ્રધાનમંત્રી બનવાના બધા ગુણો છે અને તે દાવેદાર પણ છે એમાં કોઇ બેમત નથી.

ગડકરીએ એ વાતને પણ રદિયો આપી દીધો હતો કે ભાજપમાં માત્ર રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનું જ ચાલે છે. તેમણે જણાવ્યું કે ભાજપ સંપૂર્ણરીતે પારદર્શી છે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભાજપ સંઘ દ્વારા ચાલતી નથી.

પક્ષમાં ગડકરીનો વિરોધ થઇ રહ્યો છે તેની વચ્ચે તેમણે જણાવ્યું કે હું રાજીનામુ નહી આપું, મે કોઇ ભ્રષ્ટાચાર નથી કર્યો. મારી સામે કોઇ નોટિસ નથી. કોઇ હાઇકોર્ટનો આદેશ નથી. કોઇ સીબીઆઇ તપાસ નથી ચાલી રહી. તેમણે જણાવ્યું કે આરોપ લગાવતા પહેલા તપાસ કરવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X