For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝરમર વરસાદમાં ક્યાંક મસ્તી તો ક્યાંક મોતનો સામનો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી બ્યૂરોઃ કેરળથી લઇને જમ્મૂ કાશ્મિર સુધી ઝરમર વરસાદમાં દરેક સ્થળે અલગ-અલગ નજારો જોવા મળી રહ્યો છે. ક્યાંક યુવાઓ અને બાળકો વરસાદની મસ્તી માળી રહ્યાં છે, તો ક્યાંક લોકો મોતનો સામનો કરી રહ્યાં છે. ઘરોમાં પાણી ભરાઇ જઇને લોકોની ગ્રહસ્થિ તબાહ કરવામાં લાગેલું છે, તો ક્યાંક મકાનો ધરાશયી થઇ રહ્યાં છે.

જો ઉત્તરથી દક્ષિણ તરફ જઇએ તો જમ્મૂ કાશ્મિર અને હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે તમામ વિસ્તારોમાં મકાન અને અન્ય ઇમારતો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. તેની પાછળ ભૂસ્ખલન પણ મોટું કારણ છે. તો બીજી તરફ દિલ્હીમાં મોસમ ખુશનુમાં બનેલું છે અને ઉત્તર પ્રદેશમાં તડકો પડી રહ્યો છે. જો કે, યુપી અને એમપીમાં બુધવારની સાંજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બિહારમાં મંગળવારે સાંજે ચોમાસું પહોંચી ગયું હતું અને ભારે વરસાદ થયો હતો.

મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઇમાં છેલ્લા એક અઠવાડિયાથી નિરંતર વરસાદ પડી રહ્યો છે. વચ્ચે વચ્ચે રોકાય છે અને પછી હળવો થતા ભારે વરસાદ પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સમુદ્રના તટ પર મસ્તી કરી રહ્યાં છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં હજુ વરસાદ રમત રમી રહ્યો છે, જ્યારે કેરળમાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર 3થી 4 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. અનેક સ્થળોમાં ઘરોમાં પાણી અંદર ઘુસી ગયા છે. તમામ સ્થાનો પર લોકો મોતનો સામનો કરી રહ્યાં છે. કેરળમાં અત્યારસુધીમાં 30 લોકોના મોત નીપજ્યા છે.

મુંબઇમાં નિરંતર વરસાદ

મુંબઇમાં નિરંતર વરસાદ

મુંબઇમાં નિરંત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. અહીં તાજેતરમાં જ દાદર અને મુંબ્રામાં ઇમારત પડવાના સમાચાર આવ્યા. અત્યારસુધી બીએમસીએ એવો દાવો કર્યો છે કે આખા મુંબઇમાં જલભરાવને પહોંચી વળવામાં તેઓ સફળ રહ્યાં છે. વરસાદના કારણે અનેક સ્થળો પર લોકલ ટ્રેન મોડી પડી રહી છે.

ઉત્તર ભારતમાં વરસાદના અણસાર

ઉત્તર ભારતમાં વરસાદના અણસાર

ઉત્તર ભારતના વિભિન્ન રાજ્યોમાં મંગળવાર સવારે વાદળ છાયું તથા રાજધાની દિલ્હીમાં સોહામણું હવામાન બની રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ચોમાસું નબળું પડ્યું છે અને તડકો નિકળ્યો છે. દિલ્હી, મધ્યપ્રદેશ અને બિહારમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં તડકો

ઉત્તર પ્રદેશમાં તડકો

ઉત્તર પ્રદેશમાં તડકાથી લોકો બેહાલ છે. જો કે સોમવારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. મોસમ વિભાગે આગામી 48 કલાક દરમિયાન અનેક સ્થાનો પર વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. લખનઉમાં મંગળવારે ન્યુનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ, વારાણસીમા 24 ડિગ્રી, અલ્હાબાદમાં 25.3 ડિગ્રી, કાનપુરમાં 23.2 ડિગ્રી અને આગરામાં 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

બિહારમાં વરસાદની સંભાવના

બિહારમાં વરસાદની સંભાવના

બિહારના અધિકાંશ ભાગોમાં આંશિક રીતે વાદળ છવાયા છે. મોસમ વિભાગે અહીંના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પટના મોસમ વિજ્ઞાન કેન્દ્રએ જાણકારી આપી છે કે સવારે પટનામાં ન્યૂનતમ તાપમાન 28.5 ડિગ્રી, ભાગલપુરમાં 29.2 ડિગ્રી, પૂર્ણિયામાં 26.5 ડિગ્રી અને ગયામાં 27.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પૂર્ણિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.20 મિલીમીટર, જ્યારે ગયામાં 0.16 મિલીમીટર વરસાદ નોંધાયું છે.

કેરળમાં વરસાદથી હાલ બેહાલ

કેરળમાં વરસાદથી હાલ બેહાલ

કેરળમાં વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. ઘરોમાં પાણી ઘુસીને લોકોની ગ્રહસ્થીને તબાહ કરી રહ્યાં છે, તો ક્યાંક મકાન પડી રહ્યાં છે.

કેરળમાં વરસાદ, યૂપી સુકુ

કેરળમાં વરસાદ, યૂપી સુકુ

કેરળમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, તો ઉત્તર ભારતના સૌથી મોટા રાજ્ય યુપી સુકુ છે. જો કે, ભારત મોસમ વિજ્ઞાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ચોમાસું નબળું પડવાના કારણે છેલ્લા એક અઠવાડિયાથી અહીં વરસાદ પડ્યો નથી.

મધ્યપ્રેદશમાં ભારે વરસાદ

મધ્યપ્રેદશમાં ભારે વરસાદ

મધ્યપ્રદેશમાં સોમવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આ સિલસીલો આગળ પણ ચાલું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભોપાલમાં 54.8 મિલી મીટર, ઇન્દોરમાં સાત, જબલપુરમાં 28 મિલી મીટર વરસાદ નોંધાયો છે. મોસમ વિભાગના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકોમાં શહડોલ, જબલપુર, હોશંગાબાદ, ઇંદોર અને ભોપાલમાં ભારે વરસાદ થઇ શકે છે.

મધ્યપ્રદેશમાં ક્યાં ક્યાં થશે વરસાદ

મધ્યપ્રદેશમાં ક્યાં ક્યાં થશે વરસાદ

મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં ઝડપી હવાઓ વચ્ચે વાદળ વરસી શકે છે. ગત 24 કલાકોમાં રાજધાની ભોપાલમાં વધુ તાપમાન 30.5 અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી, ઇન્દોરમાં વધુ તાપમાન 28.5 અને ન્યૂનતમ 20.5 ડિગ્રી, ગ્વાલિયરમાં વધુ તાપમાન 36.2 અને ન્યૂનતમ 27.5 ડિગ્રી અને જબલપુરમાં વધુ તાપમાન 32.3 અને ન્યૂનતમ 23.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

યુમનાનું જલસ્તર ઘટ્યું

યુમનાનું જલસ્તર ઘટ્યું

યમુનાનું જલસ્તર નીચે આવવાથી આગરામાં પૂરનું સંકટ ટળ્યું છે. સોમવારે એક અધિકારીએ આ જાણકારી આપી છે. સિંચાઇ વિભાગના પૂર નિયંત્રણ કક્ષ પ્રભારી જેપી સિંહે જણાવ્યું કે, હાલ સ્થિતિ સામાન્ય છે. થોડા દિવસ પહેલા ઓખલા, ગોકુલ અને હથિની કુંડ બૈરાજથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુનાનું જલસ્તર વધી ગયું હતું અને પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ કહ્યું કે યમુનાના તટીય વિસ્તારો અને શહેરના નીચલા ક્ષેત્રો સહિત બટેશ્વર મંદિર પરિસર પૂર ડૂબી ગયા હતા. તાજમહેલ પછી ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ દ્વારા નિર્મિત બાગ અને યમુનાના બીજા તટ પર સ્થિત મેહતાબ બાગ પરિસરમાં પૂરના પાણી ઘુસી ગયા હતા. નદીની ધારા તરફથી તાજમહેલથી 70 કિમી દૂરના ખેતરો પાણીમાં ડૂબી જવાથી શાકો અને પાકોને ભારે નુક્સાન પહોંચ્યું છે.

 હિમાચલમાં ભારે વરસાદ

હિમાચલમાં ભારે વરસાદ

હિમાચલ પ્રદેશમાં રાજ્યના અધિકાંશ પર્યટક શહેરો જેમકે, સિમલા, નરકંડા, કુફરી, કસૌલી, ચંબા, ધર્મશાળા, પાલમપુર અને મનાલીમાં છેલ્લા 24 કલાકોમાં સારો વરસાદ થયો છે. સિરમૌર જિલ્લાના પાઓંટા સાહેબ કસ્બામાં સર્વાધિક 148 મિલીમીટર વરસાદ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાજધાની શિમલા અને રેકાંગ પિયો જિલ્લા મુખ્યાલય વચ્ચે રસ્તો બંઘ રહ્યો જે રવિવારે ખુલ્લો કરવામાં આવ્યો. જો કે, જિલ્લાના અનેક સ્થળો સંપર્ક વિહોણા છે. કિન્નૌરમાં ફસાયેલા લગભગ તમામ પર્યટકોને ભારતીય વાયુસેનાએ સોમવાર સુધી સુરક્ષિત બહાર કાઢ્યા છે.

હિમાચલમાં હજુ પણ વરસાદની સંભાવના

હિમાચલમાં હજુ પણ વરસાદની સંભાવના

હિમાચલ પ્રદેશના આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ભારે વરસાદના કારણે ભૂસ્ખલનથી તબાહ કિન્નૌર જિલ્લામાં રાહત કાર્ય બાધિત થઇ શકે છે. મોસમ વિભાગના નિદેશક મનમોહન સિંહે કહ્યું કે, રાજ્યમાં શુક્રવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા સપ્તાહમાં થયેલા મૂસળધાર વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી રાજ્યના કિન્નૌર જિલ્લા સર્વાધિક પ્રભાવિત થયો છે. 16થી 18 જૂનની વચ્ચે થયેલા ભારેના કારણે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભૂસ્ખલન થયું, જેથી અનેક જિલ્લાના માર્ગને નુક્સાન પહોંચ્યું છે.

દિલ્હીમાં સોહામણું હવામાન

દિલ્હીમાં સોહામણું હવામાન

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારે સોહામણું હવામાન રહ્યું છે અને ન્યૂનતમ તામપાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મોસમ વિભાગે દિવસમાં વાદળ છવાયેલા રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

વરસાદ અને ધુમ્મસના કારણે અટક્યું બચાવ કામ

વરસાદ અને ધુમ્મસના કારણે અટક્યું બચાવ કામ

આફત પ્રભાવિત ઉત્તરાખંડમાં બુધવારે સવારે વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં બચાવ કાર્ય મોડેથી શરૂ થયું. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અમે સાવધાની સાથે આગળ વધી રહ્યાં છીએ જેથી આવી દુર્ઘટના બીજી વખત ના સર્જાય.

કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ

કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ

તેમણે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ છે, તો ઘુમ્મસ ચિંતાનો વિષય છે. બચાવ કામમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે, જોશીમઠ અને હર્શિલમાં બદ્રીનાથના માર્ગે હજુ પણ ફસાયેલા 7500થી વધારે લોકોને બહાર કાઢવાનું કામ બપોર પછી શરૂ થશે. ઉત્તરકાશીમાં ઘારાસુમાં જો કે, હેલિકોપ્ટરથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ ખરાબ હવામાનના કારણે તેના પર અસર પહોંચી રહી છે, તેથી સેના અને લોકો પગપાળા નીકળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

સેનાના આધારે શિબિર સુધી

સેનાના આધારે શિબિર સુધી

બચાવકર્મી લોકોને અનુરોધ કરી રહ્યાં છેકે તે સેનાના માર્ગદર્શનમાં સાવધાનીથી ચાલીને સેનાના આધાર શિબિર સુધી આવી જાય. સેના દ્વારા તૈયાર રાહત અને ચિકિત્સા શિબિરમાં પહોંચેલા લોકો સારા મોસમ અને હવાઇ માર્ગથી દેહરાદૂન, હરિદ્વાર અને ઋષિકેશ જવાની રાહ જોઇ રહ્યાં છે. ઉત્તરાખંડમાં 15 જૂને આવેલી કુદરતા આફતમાં અત્યારસુધી 845 લોકો માર્યા ગયાની પૃષ્ટિ કરવામાં આવી છે.

વરસાદમાં નીખરી ગયું તાજનું હુસ્ન

વરસાદમાં નીખરી ગયું તાજનું હુસ્ન

આગરામાં 17મી સદીમાં નિર્મિત મુગલ સ્થાપત્ય કળાના શાનદાર નમૂના, તાજમહલ મંગળવારે વરસાદમાં ન્હાયને નીખરી ઉઠ્યું. ત્યાં સુધી કે તાજની સુંદરતામાં ચાર ચાંદ લગાવનારી યમુના પણ તેના આધારને અડીને વહેવા લાગી છે. વરસાદ બાદ નીખરેલા તાજના સૌંદર્યને જોવા અને તાજમહેલમાં સમય વિતાવવા માટે પર્યટકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે.

English summary
Heavy rains are being reported from various parts of India. In some places people are enjoying with full Masti where as at some places death is hiting the deck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X