For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના ડેથ રેટ મામલે મુંબઈ નહિ આ શહેર છે ટૉપ પર, બેંગલુરુમા સૌથી ઓછા

કોરોનાના સંક્રમિત કેસો અને કુલ મોત બાબતે દિલ્લી અને મુંબઈ ટૉપ પર છે પરંતુ આનાથી પણ વધુ બીજા એક શહેરની સ્થિતિ ખરાબ છે. જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર દેશની રાજધાની દિલ્લી અને મુંબઈને સહન કરવો પડી રહ્યો છે. કોરોનાના સંક્રમિત કેસો અને કુલ મોત બાબતે દિલ્લી અને મુંબઈ ટૉપ પર છે પરંતુ અમદાવાદની સ્થિતિ આ બંને મહાનગરોથી પણ વધુ ખરાબ છે. અહીં પ્રતિ 10 લાખ વસ્તી પર કોરોનાથી મરનારની સંખ્યા સૌથી વધુ છે. એટલુ જ નહિ અમદાવાદમાં કેસ ફેટલિટી રેટ(સીએફઆર) પણ સૌથી વધુ છે. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા નવ શહેરોની તુલનામાં અમદાવાદમાં દર 100 કેસોમાં મૃત્યુદર પણ વધુ છે.

અમદાવાદમાં દર દસ લાખ લોકો પર કોરોનાથી 115 મોત

અમદાવાદમાં દર દસ લાખ લોકો પર કોરોનાથી 115 મોત

અમદાવાદમાં દર દસ લાખ લોકો પર કોરોનાથી 115 મોત થઈ રહી છે. આ આંકડો મુંબઈના 80 મોતથી ઘણો વધુ છે. એટલા માટે અમદાવાદ કોવિડ-19થી થતી મોતમાં પહેલુ સ્થાન ધરાવે છે. અહીંનો સીએફઆર 6.9 છે એટલે કે દર 100 કોરોના દર્દીઓમાંથી લગભગ 7ના મોત થઈ રહ્યા છે. અમદાવાદ 953 મોત સાથે મહાનગરોમાં મુંબઈ બાદ બીજા નંબરે છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 13,678 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. જો કે તેની વસ્તી મુંબઈ કે દિલ્લીથી અડધાથી પણ ઓછી છે.

નવ નેગા શહેરોમા ચેન્ઈનો સીએફઆર 0.9 સૌથી ઓછો

નવ નેગા શહેરોમા ચેન્ઈનો સીએફઆર 0.9 સૌથી ઓછો

વળી, મહાનગરોમાં બેંગલુરુ એક માત્ર એવુ શહેર છે જ્યાં પ્રતિ 10 લાખની વસ્તી પર કોરોનાથી સૌથી ઓછા મોત થઈ રહ્યા છે. સીએફઆરની વાત આવે છે ત્યારે નવ મેગા શહેરોમાં ચેન્નઈનો સીએફર 0.9 સૌથી ઓછો છે. એટલે કે 100 લોકોમાં 1થી પણ ઓછા મોત થયા છે. ચેન્નઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 179 દર્દીઓના મોત થયા છે. દિલ્લી, મુંબઈ અને ચેન્નઈ જેવા મહાનગરોની તુલનામાં કોલકત્તામાં કોરોના સંક્રમણના કેસ બહુ ઓછો છે. અહીં અત્યાર સુધી 2,589 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. 238 મોત થઈ ચૂક્યા છે.

મુંબઈમાં કોરોનાથી સૌથી વધુ મોત

મુંબઈમાં કોરોનાથી સૌથી વધુ મોત

50 લાખથી વધુની વસ્તી ધરાવતા દેશના 9 મહાનગરોમાં મુંબઈમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. અહીં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1698 લોકોના મોત થયા છે. પ્રતિ 10 લાખ વસ્તી પર મોત કેસમાં આ અમદાવાદ બાદ બીજા નંબરે છે. રાજધાની દિલ્લી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં મુંબઈ બાદ બીજા નંબરે છે. અહીં અત્યાર સુધી કોરોના સંક્રમણના 26,334 કેસ સામે આવી ચૂક્યા છે અને 708 લોકોના મોત થઈ ચૂક્યા છે.

WHOએ માસ્ક પહેરવા માટે જારી કર્યા દિશા-નિર્દેશ, જાણો ઉપયોગ કરવાની સાચી રીતWHOએ માસ્ક પહેરવા માટે જારી કર્યા દિશા-નિર્દેશ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

English summary
Not mumbai and delhi but Ahmedabad has India’s highest corona deaths per million population. Here is the detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X