Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કારગિલ વિજય દિવસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી- યુદ્ધ સરકાર નહિ, આખો દેશ લડતો હોય

કારગિલ વિજય દિવસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી- યુદ્ધ સરકાર નહિ, આખો દેશ લડતો હોય

નવી દિલ્હીઃ પીએમ મોદીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કારગિલ વિજય દિવસ સાથે જોડાયેલ કાર્યક્રમને સંબોધિત કર્યો. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થયાના અવસર પર આજે દરેક દેશવાસી શૌર્ય અને રાષ્ટ્રના સમર્પિત એક પ્રેરણાદાયક ગાથાને સમરણ કરી રહ્યો છે. આજના અવસર પર હું તેવા તમામ શૂરવીરોને નમન કરું છું, જેમણે કારગિલની ચોટીઓથી તિરંગાને ઉતારવાનું ષડયંત્ર નિષ્ફળ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, યુદ્ધ સરકારો નથી લડતી, યુદ્ધ આખો દેશ લડે છે.

pm modi

પીએમ મોદીએ કહ્યું કે કારગિલમાં વિજય ભારતના વીર દીકરા, દીકરીઓના અદમ્ય સાહસની જીત હતી. કારગિલમાં વિજય ભારતના સામર્થ્ય અને સંયમની જીત હતી. કારગિલમાં વિજય ભારતના સંકલ્પોની જીત હતી. કારગિલમાં વિજય ભારતના મર્યાદા અને અનુશાસનની જીત હતી. તેમણે કહ્યું કે પોતાનું લોહી વહાવી જેમણે સર્વસ્વ ન્યોછાવર કર્યું તેવા શહીદોને, તેમને જન્મ આપનાર વીર માતાઓને પણ હું નમન કરું છું. કારગિલ સહિત જમ્મુ અને કાશ્મીરના તમામ નાગરિકોનો અભિનંદન, જેમણે રાષ્ટ્ર પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવ્યું.

પીએમ મોદીએ કહ્યું કે અમારા સૈનિકો આગામી પેઢીઓ માટે બલિદાન કરે છે. હું તે યુદ્ધ દરમિયાન પણ કારગિલ ગયો હતો. મોત સામે હતી પરંતુ આપણા બધા જવાન તિરંગો હાથમાં લઈ આગળ વધી રહ્યા હતા. સરકાર આવતી અને જતી રહે છે પરંતુ સૈનિક અજર-અમર હોય ચે. પાકિસ્તાન પર હુમલો બોલતા પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને શરૂઆતથી જ કાશ્મીરને લઈ કપટ કર્યું. પાકિસ્તાને 1965, 1971 અને 1999માં કપટ કર્યું, પરંતુ 1999માં પાકિસ્તાનને ઉંધા મોઢાની ખાવી પડી.

પીએમ મોદીએ કહ્યું કે સૈનિકો આજેની સાથે જ આગામી પેઢી માટે પોતાનું જીવન બલિદાન કરે છે. આપણી આવતી કાલ સુરક્ષિત રહે, તે માટે તેઓ પોતાના વર્તમાનને સ્વાહા કરી દે છે. સૈનિકો જિંદગી અને મોતમાં ભેદ નથી કરતા, તેમના માટે કર્તવ્ય જ બધું હોય છે. ગત પાંચ વર્ષોમાં સૈનિકો અને સૈનિકોના પરિવારના કલ્યાણ સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ ફેસલા લેવામાં આવ્યા છે. આઝાદી બાદ દશકોથી જેમનો ઈંતેજાર હતો તે વન રેંક વન પેન્શન લાગૂ કરવાનું કામ અમારી પૂર્ણ સરકારે જ કર્યું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. લડાઈઓ હવે સાઈબર વર્લ્ડમાં પણ લડાય છે. માટે સેનાને આધુનિક બનાવવી આપણી જરૂરત છે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમાથી નજીક લોકોને આરક્ષણ એ પણ આ કડીમાં જ લેવામાં આવેલ એક મહત્વનો ફેસલો છે.

સૈનિકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે વર્દીનો રંગ કોઈપણ હોય પરંતુ ઉદ્દેશ્ય અને મન એક જ હોય ચે. કારગિલ યુદ્ધના સમયે અટલજીએ કહ્યું હતું કે આપણા પાડોશીને લાગતું હતું કે કારગિલને લઈ ભારત પ્રતિરોધ કરશે, વિરોધ પ્રગટ કરશે અને તણાવથી દુનિયા ડરી જશે. પરંતુ અમે જવાબ આપશું, પ્રભાવશાળી જવાબ આપશું જેની ઉમ્મીદ તેમને પણ નહોતી. 1947માં કોઈ એક જાતિ અથવા ધર્મ નહિ બલકે આખો દેશ આઝાદ થયો હતો. સંવિધાન કોઈ એક જાતિ કે ધર્મ માટે નહિ બલકે આખા દેશ માટે લખવામાં આવ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X