હવે મોદી મેજિક સામે કોંગ્રેસની નવી રણનીતિ કેવી હશે?

નવી દિલ્હી, 10 જૂન : હવે નરેન્‍દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપનો સ્ટાર ફેસ બની ચૂકયા છે. ત્યારે બીજી તરફ હવે કોંગ્રેસ તેની રણનીતિ ઉપર પુનઃ વિચાર કરી શકે છે. કોંગ્રેસ પક્ષ જાહેરમાં ભલે નરેન્દ્ર મોદી ફેકટરને બહુ મહત્‍વ આપતો ન હોય પણ સૂત્રોનું કહેવું છે કે પક્ષની અંદર મોદી મેજિક સામે બેચેની છે પક્ષ પોતાના સ્‍તરે સ્‍થિતિની સમીક્ષા કરી રહ્યો છે. કોંગ્રેસ નરેન્દ્ર મોદીના મેજિક સામે કેવી સ્ટ્રેટેજી આપનાવી શકે તે આવો જાણીએ...

1. કયાંક નફો તો કયાંક નુકસાન

1. કયાંક નફો તો કયાંક નુકસાન

મોદી સામે આવવાથી કોંગ્રેસ પક્ષે નફો અને નુકસાન બંનેની ગણતરી શરૂ કરી દીધી છે. નફા સ્‍વરૂપે પક્ષ મોદી વિરોધી મત ખાસ કરીને લઘુમતીઓને પોતાની સાથે લેવાની સંભાવના નિહાળે છે તો નુકશાન સ્‍વરૂપે શહેરી મતો માં ગાબડા પડવાની તેને આશંકા છે.

2. શહેરી વર્ગ પર મોદીની પકડ

2. શહેરી વર્ગ પર મોદીની પકડ

રાજકીય વિષ્‍લેષકોનું કહેવું છે કે, યુવા અને મધ્‍યમ વર્ગ વચ્‍ચે મોદીની લોકપ્રિયતા ચરમ સીમા પર 2009 માં ચૂંટણી વખતે શહેરી બેઠકો ઉપર કોંગ્રેસનો દેખાવ સારો હતો લગભગ 150 શહેરી બેઠકોમાંથી 100 બેઠક પક્ષના ખાતામાં આવી હતી.

3. રાહુલની રણનીતિને આક્રમક બનાવાશે?

3. રાહુલની રણનીતિને આક્રમક બનાવાશે?

કોંગ્રેસ સામે એક મોટી દ્વિધા મોદી સામે રાહુલ ગાંધીને ઉભા રાખવા અંગે છે. હાલ રાહુલ પક્ષનું સંગઠન મજબુત કરવા માટે વધુ ધ્‍યાન આપી રહ્યા છે એવામાં તેઓ લોકો સાથે સીધો સંવાદ કરવા અને પાર્ટીનો પક્ષ રાખવા સમય કાઢી શકતા નથી. ભાજપે સંકેત આપ્‍યા છે કે હવે મોદી સમગ્ર દેશમાં સભાઓ સંબોધશે. મતલબ કે હવે રાહુ ગાંધીએ પણ માહોલ બનાવવાનો પ્રયાસ કરવો પડશે.

4. કોંગ્રેસ યુવા નેતાઓને તક આપશે

4. કોંગ્રેસ યુવા નેતાઓને તક આપશે

ભાજપે નરેન્દ્ર મોદીને આગળ કરીને ભાજપમાં યુવા નેતાઓને આગળ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. આ વ્યૂહની સામે કોંગ્રેસે મેદાનમાં પોતાના યુવાન નેતાઓને ઉતારવા પડશે. આ માટે કોંગ્રેસ કદાચ યુવા બ્રિગેડ સચિન પાઇલાટે, જયોતિરાદિત્‍ય સિંધિયા, જયરામ રમેશ, શશી થરૂર વગેરેને આગળ લાવી શકે છે.

5. કોંગ્રેસને અડવાણી પ્રત્‍યે સહાનુભુતિ

5. કોંગ્રેસને અડવાણી પ્રત્‍યે સહાનુભુતિ

મોદીના પ્રમોશન બાદ કોંગી નેતા દિગ્‍વીજય સિંહે કહ્યું છે કે મારૂ દિલ અડવાણી સાથે છે. જેમણે ભાજપને મજબુત કરવા મહત્‍વની જવાબદારી નિભાવી છે. ભાજપે અડવાણીને અન્‍યાય કર્યો છે. બીજી તરફ રાજીવ શુકલાએ કહ્યું છે કે લોહી હોય કે મોદી કોંગ્રેસને ફરક નથી પડતો. શકીલ અહેમદ કહ્યું છે કે મોદીનો જાદુ ગુજરાત પુરતો જ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X