For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે રેન્ટ એગ્રિમેન્ટ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે

|
Google Oneindia Gujarati News

rental-agreement
નવી દિલ્હી, 22 મે : ભાડાના મકાનમાં રહેતા લોકોએ વહેલામાં વહેલી તકે પોતાના મકાન માલિક સાથેના ‘રેન્‍ટ એગ્રીમેન્‍ટ'નું રજીસ્‍ટ્રેશન કરાવવું પડશે. કારણ કે ભારત સરકાર ભાડાની એક નિશ્ચિત રકમ ઉપરના રેન્‍ટ એગ્રીમેન્‍ટનું રજીસ્‍ટ્રેશન ફરજીયાત બનાવવાની તૈયારી કરી રહી છે. પ્રસ્‍તાવિત રજીસ્‍ટ્રેશન (સંશોધન) ખરડો 2013 અનુસાર એક વર્ષથી ઓછી અવધી (ગાળા) માટે થનારા રેન્‍ટ એગ્રીમેન્‍ટનું પણ રજીસ્‍ટ્રેશન કરાવવાનું પણ ફરજીયાત બનશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રસ્‍તાવિત રજીસ્‍ટ્રેશન એક્‍ટ અનુસાર નિશ્ચિત ભાડા બાદ રેન્‍ટ એગ્રીમેન્‍ટનું રજીસ્‍ટ્રેશન કોઈપણ ભોગે કરાવવું પડશે. આ ભાડું દર મહિને નક્કી કરવામાં આવશે. રજીસ્‍ટ્રેશન (સંશોધન) ખરડામાં અનિવાર્ય રજીસ્‍ટ્રેશન માટે ન્‍યુનત્તમ ભાડું નક્કી કરવાની જવાબદારી રાજ્‍યો પર છોડી દેવામાં આવી છે. એટલે કે અલગ અલગ શહેરોમાં આ રકમ અલગ અલગ રહેશે.

રજીસ્‍ટ્રેશન એક્‍ટમાં ‘પાવર ઓફ એટર્ની'નું રજીસ્‍ટ્રેશન પણ અનિવાર્ય કરવામાં આવ્‍યુ છે, જેથી જમીન જાયદાદને લઈને થતા વિવાદ પર અંકુશ લાવી શકાય અને સરકારની આવકમાં પણ વધારો થશે. અત્‍યાર સુધી પાવર ઓફ એટર્નીનું રજીસ્‍ટ્રેશન કરવાનું ફરજીયાત નથી. અનેક લોકો પોતાની સગવડ માટે રજીસ્‍ટ્રેશન કરાવે છે.

પ્રસ્‍તાવિત ખરડામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ વ્‍યક્‍તિ કે દંપતિ છોકરીને દત્તક લેશે તો તેનું પણ રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી તે મિલ્‍કતમાં ભાગીદાર બની શકે. રજીસ્‍ટ્રેશન (સંશોધન) ખરડાની મંજુરી બાદ રાજ્‍ય સરકાર અનિવાર્ય રજીસ્‍ટ્રેશન માટે ન્‍યુનત્તમ ભાડું દર મહિને રૂપિયા 10000 નક્કી કરે તો ભાડુઆતે રૂપિયા 2400 સ્‍ટેમ્‍પડયુટી અને 1100 રૂપિયા કોર્ટ ફી ભરવી પડશે. એટલે કે સ્‍ટેમ્‍પડયુટી તરીકે વાર્ષિક ભાડાના 2 ટકા ચૂકવવા પડશે.

English summary
Now rent agreement registration will be mandatory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X