ગઠબંધન નહિ દેશને આવતા 10 વર્ષ સુધી જોઈએ મજબૂત સરકારઃ અજીત ડોભાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે કહ્યુ છે કે આવનારા દસ વર્ષો સુધી ભારતને મજબૂત અને સ્થિર તેમજ નિર્ણાયક નિર્ણયો લેનારી સરકાર જોઈએ.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે કહ્યુ છે કે આવનારા દસ વર્ષો સુધી ભારતને મજબૂત અને સ્થિર તેમજ નિર્ણાયક નિર્ણયો લેનારી સરકાર જોઈએ. તેમણે કહ્યુ કે નબળુ ગઠબંધન સરકાર માટે ખરાબ સાબિત થશે. આવતા અમુક વર્ષો નબળી સરકાર ભારત માટે ખરાબ સાબિત થશે કારણકે તે આકરા નિર્ણયો નથી લઈ શકતી. ડોભાલે કહ્યુ કે આગામી અમુક વર્ષો સુધી ભારત સોફ્ટ પાવર નહિ બની શકે કારણકે તેને આકરા નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવશે.

ajit doval

ડોભાલે કહ્યુ કે જો આપણે મોટી શક્તિ બનવુ હોય તો દેશને આર્થિક રીતે વધુ મજબૂત થવુ પડશે. આપણે લોકપ્રિય નિર્ણયો નહિ પરંતુ દેશના જરૂરિયાતવાળા નિર્ણયોની મહત્વ આપવુ પડશે. આ એક પ્રકારની લાલચ છે કે તમે એક વસ્તુ લો છો કે રાષ્ટ્રીય હિતના નિર્ણયો લેવાથી બચો છો. બની શકે કે આકરા નિર્ણયો દેશના લોકોને થોડા સમય માટે થોડી પીડા આપે.

ડોભાલે કહ્યુ કે આપણા પર જનતાના પ્રતિનિધિઓ નહિ પરંતુ તેમના બનાવેલા કાયદાઓનું શાસન છે એટલા માટે કાયદાનું રાજ ખૂબ જ મહત્વનું છે. વળી, પ્રાઈવેટ કંપનીઓનો પક્ષ લેતા તેમણે કહ્યુ કે ચીનમાં અલીબાબા અને બીજી કંપનીઓને ત્યાંની સરકારે ઘણી મદદ કરી છે. ભારતમાં પણ ખાનગી સેક્ટરની કંપનીઓને પ્રોત્સાહન આપવુ જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X