Nuh Violence: નૂંહમાં હિંસાનુ કારણ આવ્યુ સામે, ખુફિયા ઈનપુટને કરાયા નજરઅંદાજ
Nuh Violence: હરિયાણાના નૂંહમાં સોમવારે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે આ હિંસા ફાટી નીકળી હતી. હવે આ હિંસા ગુરુગ્રામ સુધી પહોંચી ગઈ છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, નૂહમાં હિંસાનું મુખ્ય કારણ પર્યાપ્ત પોલીસ દળની તૈનાતીનો અભાવ અને ઈન્ટેલ ઈનપુટ્સની અવગણના છે. આ સિવાય લોકોમાં ગૌ રક્ષકો પ્રત્યે ગુસ્સો હતો, જેના કારણે અહીં હિંસા ફાટી નીકળી હતી.

નૂંહના જિલ્લા નિરીક્ષક વિશ્વજીતે જણાવ્યું કે અમારા વિભાગ દ્વારા સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અમે ઈનપુટ આપ્યો હતો કે બ્રિજ મંડળ યાત્રા દરમિયાન જ્યારે આ યાત્રા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થશે ત્યારે તણાવ વધી શકે છે.
અમે ચોક્કસ ઇનપુટ્સ આપ્યા હતા કે આ લોકો યાત્રા દરમિયાન તણાવ વધારી શકે છે, સૂત્રોચ્ચાર કરી શકે છે, તલવારો લહેરાવી શકે છે. અમે લગભગ 10 દિવસ પહેલા સરકાર સાથે આ તમામ ઇનપુટ શેર કર્યા હતા.
વાસ્તવમાં ગૌ રક્ષક મોનુ માનેસરને લઈને લોકોમાં ભારે નારાજગી હતી. બજરંગ દળ સાથે સંકળાયેલા મોનુએ એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું હતું કે તે યાત્રામાં ભાગ લેશે. જોકે તેણે તેમાં ભાગ લીધો ન હતો. VHP તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમની સામેલગીરીથી તણાવ વધી શકે છે. પરંતુ અફવા ફેલાઈ કે આ સમયગાળા દરમિયાન મોનુ અહીં જ રહેશે, જેના કારણે હિંસા ફાટી નીકળી હતી.
વિશ્વજીતે કહ્યું કે કોઈએ અફવા ફેલાવી કે મોનુ યાત્રા પર આવી રહ્યો છે. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ યાત્રાને રોકવાની તૈયારીઓ કરી હતી. તેઓ રસ્તો રોકવા માંગતા હતા. વરિષ્ઠ અધિકારીઓને લાગ્યું કે તે પરિસ્થિતિને સંભાળી શકશે. તે ટોળાને સમજાવી લેશે કે મોનુ અહીં આવ્યો નથી તેમ વિચારીને તેમણે આને હળવાશમાં લીધુ.
પરંતુ મોનુના આગમનની અફવા વચ્ચે તરત જ લોકો એકઠા થઈ ગયા, લોકો યાત્રાના રૂટ પર પહોંચી ગયા, આ લોકો બાઇક પર સવાર થઈને અહીં પહોંચ્યા. આ તમામ 17-22 વર્ષની વયજૂથના યુવકો હતા. તોફાનીઓએ નૂંહમાં સાયબર પોલીસ સ્ટેશનની અંદર એક બસ ઘૂસાડી દીધી હતી. જે બાદ સ્થિતિ વણસી ગઈ હતી.
જ્યારે એસએચઓ કિશન કુમારનું કહેવું છે કે તેમને આ મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી મળી નથી કે કંઈક ખોટું થઈ શકે છે. મને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોઈ માહિતી મળી નથી. જો અમને જાણ કરવામાં આવી હોત તો અમે કાર્યવાહી કરી શક્યા હોત. આ યાત્રા કોઈ ઈમરજન્સી યાત્રા નહોતી. એસએચઓએ કહ્યું કે તમામ પોલીસકર્મીઓ તૈનાત છે. તેઓ સમગ્ર રૂટ પર તૈનાત હતા, પરંતુ રૂટ વધુ લંબાવવામાં આવ્યો હતો. અમારી પાસે વધારાની પોલીસ ફોર્સ ન હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
