For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂખમરીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી પણ ભારત પાછળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓક્ટોબર : ભારત દેશમાં ભૂખમરાની સ્થિતિથી પીડાતા લોકોની સંખ્યા ઓછી થઇ છે. છતાં આ બાબતમાં તે પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ પાછળ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2013માં ભારત ચાર ક્રમ ઉપર ચઢીને 63મા સ્થાને પહોંચ્યો છે. દેશમાં શ્રીમંતોની સંખ્‍યા ભલે વધી હોય અને ભુખ્‍યા રહેતા લોકોની સંખ્‍યા ભલે થોડી ઘટી હોય પરંતુ સ્‍થિતિ હજુ પણ શરમજનક છે. ભુખમરો માપતા આ ઇન્‍ડેકસમાં ગયા વર્ષે આપણો દેશ 67માં સ્‍થાને હતો. આ ઇન્‍ડેકસ અનુસાર ભુખથી પીડિતોની સંખ્‍યાના મામલામાં ચીન અને શ્રીલંકા પણ ભારતથી સારી સ્‍થિતિમાં છે.

જીએચઆઇ રિપોર્ટ અનુસાર ભારતમાં ભુખમરીનો સામનો કરતા લોકોની સંખ્‍યા હજુ પણ ચિંતાજનક સ્‍તર પર બનેલી છે. દેશમાં પાંચ વર્ષથી ઓછી વયના 40 ટકા બાળકો કુપોષિત છે. આ રિપોર્ટ ઇન્‍ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઇન્‍સ્‍ટીયુસ્‍ટયુ અને સ્‍વયં સેવી સંગઠન વેલ્‍થ હંગર લાઇફ એન્‍ડ કન્‍સર્ન વાઇલ્‍ડ લાઇફે સાથે મળીને તૈયાર કરી છે.

આ ઇન્‍ડેકસમાં 120 વિકાસશીલ દેશોમાં ભુખ પીડિતોની સંખ્‍યાનું વિશ્‍લેષણ થયું છે. આ માટે મુખ્‍ય માપદંડને આધાર બનાવાયા છે. કુલ જનસંખ્‍યામાં કુપોષિતની ટકાવારી, પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુલ બાળકોમાં કુપોષિત બાળકોની ટકાવારી અને આ ઉંમરના બાળકોના મૃત્‍યુદરને સમાવાયા છે.

રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ ભુખ પીડિત લોકો સહારા ક્ષેત્ર બાદ દ.એશિયામાં છે. જો કે વિશ્વસ્‍તર પર ભુખમરીમાં ઘટાડો થયો છે. સામાજીક અસમાનતા, પોષણ સંબંધી જાગૃતત્તાનો અભાવ અને મહિલાઓની ખરાબ સામાજીક સ્‍થિતિ બાળકોમાં કુપોષણનું મહત્‍વનું કારણ ગણાય છે.

વર્ષ 1990ની સરખામણીએ વિશ્વસ્‍તર પર ભુખમરીમાં 34 ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ 19 દેશોમાં ભુખમરી ચિંતાજનક સ્‍થિતિને કારણે વિશ્વભરમાં તેનુ સ્‍તર ગંભીર બન્‍યુ છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે વર્તમાન પરિસ્‍થિતિમાં સુધાર માટે વિશ્વમાં વિકાસ કેન્‍દ્રીત માનવીય કાર્યો પર ભાર દેતી સંસ્‍થાઓ વચ્‍ચે સહયોગ વધારવાની જરૂર છે.

ભારતની શરમજનક સ્થિતિ

ભારતની શરમજનક સ્થિતિ

દેશમાં શ્રીમંતોની સંખ્‍યા ભલે વધી હોય અને ભુખ્‍યા રહેતા લોકોની સંખ્‍યા ભલે થોડી ઘટી હોય પરંતુ સ્‍થિતિ હજુ પણ શરમજનક છે. ભુખમરો માપતા આ ઇન્‍ડેકસમાં ગયા વર્ષે આપણો દેશ 67માં સ્‍થાને હતો. આ ઇન્‍ડેકસ અનુસાર ભુખથી પીડિતોની સંખ્‍યાના મામલામાં ચીન અને શ્રીલંકા પણ ભારતથી સારી સ્‍થિતિમાં છે.

ચીન

ચીન

ચીન - 6

શ્રીલંકા

શ્રીલંકા

શ્રીલંકા 46મા ક્રમે

પાકિસ્તાન

પાકિસ્તાન

પાકિસ્તાન 57મા ક્રમે

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ 58મા ક્રમે

ભારત

ભારત

ભારત 63મા ક્રમે

English summary
Number of hungry people drops in India still behind China and Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X