મોદીનું શપથ ગ્રહણઃ દાલ રાયસીન અને રાજભોગ સાથે મહેમાનો માટે વેજ-નોનવેજ થાળી
મોદીનું શપથ ગ્રહણઃ દાલ રાયસીન અને રાજભોગ સાથે મહેમાનો માટે વેજ-નોનવેજ થાળી
નવી દિલ્હીઃ પીએમ મોદી 30 મેના રોજ બીજીવાર દેશના પીએમ પદના શપથ લેશે. મોટી જીત બાદ શપથ ગ્રહણ સમારોહની ખાસ તૈયારી ચાલી રહી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશથી 6000 જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે. પહેલીવાર રાષ્ટ્રપતિ ભવન આટલા લોકોની એકસાથે મેજબાની કરશે, આના માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહેમાનોના ખાવા-પીવાથી લઈ તેમના સ્વાગતની ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ સજાવટ કરવામાં આવી રહી છે.

શપથ ગ્રહણ સમારોહની ખાસ તૈયારી
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પીએમ મોદીના શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનના બાહરી પ્રાંગણમાં થશે. આવું ચોથીવાર થશે જ્યારે કોઈ વડાપ્રધાન કોઈ હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનના આંગણામાં શપથ લેશે. અગાઉ ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી અને 2014માં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં જ બધા મહેમાનો માટે પકવાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહેમાનો માટે ખાસ તૈયારી
શપથ ગ્રહણ સમારોહ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ગરમીને ધ્યાનમાં રાખતા આ ફેસલો લેવામાં આવ્યો છે. કાર્યક્રમની સમાપ્તિ બાદ મહેમાનોને રાષ્ટ્રપતિ ભવનની અંદર 'હાઈ ટી' માટે આમંત્રિત કરવામાં આવશે. મહેમાનોના ખાવા-પીવાની વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવનના બહાર પ્રાંગણમાં કરવામાં આવી રહી છે. ખાવાના મેન્યૂમાં રાજભોગ અને સમોસા, ડિનરમાં શાકાહારી અને માંસાહારી પકવાન સામેલ કરવામાં આવ્યાં છે.

વેજ-નોનવેજ મેન્યૂ
મેહમાનોના ડિનર માટે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ખોરાકની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનની વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં જ થશે. ડિનરમાં 'દાલ રાસીના' આકર્ષણનું કેન્દ્ર હશે. દાલ રાયસીના સૌથી ખાસ મેન્યૂ છે, જેની તૈયારી મંગળવારથી શરૂ કરી દેવામાં આવી છે. આ ખાસ પકવાન બનાવવામાં બે દિવસનો સમય લાગે છે. આ પકવાન પકાવવા માટે 48 કલાક પહેલા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે.

BIMSTEC નેતા સામેલ થશે
પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTECના મુખ્ય નેતાઓ પણ સામેલ થશે. બિમ્સટેકમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડના પ્રતિનિધિ સામેલ છે. આ ઉપરાંત પીએમના શપથ ગ્રહણ સમારોહમાં વિરોધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે મમતા બેનરજીએ શપથ ગ્રહણ સમારોહમાં આવવાની છેલ્લી ઘડીએ ના પાડી દીધી.
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
