ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જે&કેઃ પમ્પોરમાં આતંકીઓ સામે અથડામણ

જે&કેઃ પમ્પોરમાં આતંકીઓ સામે અથડામણ

પમ્પોરની એક સરકારી ઇમારત પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો છે. ઘટનાની જાણ થતા જ જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેનાની ટૂકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ. ત્રણ આતંકીઓ અહ્યાં છૂપાયા હોવાના અહેવાલ છે. હજુ અથડામણ ચાલુ છે.

પંપોરની સરકારી ઇમારતમાં ફાયરિંગ

પંપોરની સરકારી ઇમારતમાં ફાયરિંગ

શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આગ લાગ્યા બાદ જેકેઇડીઆઇના પરિસરમાં ફાયરિંગનો અવાજ સંભળાયો હોવાનો સેનાના અધિકારીએ દાવો કર્યો. આ બિલ્ડિંગમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા જતાવાઇ રહી છે.

બુધવારે બેંકો ચાલુ, પણ ક્લિયરિંગ નહીં થાય

બુધવારે બેંકો ચાલુ, પણ ક્લિયરિંગ નહીં થાય

દિવાળી પહેલાં જ બેંકોની રજા અને તંત્ર વચ્ચે પરસ્પર સ્થાનિક વેપાર- ઇન્ડસ્ટ્રીના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન ખોરંભે ચઢયું છે. બેંકો- NPCIની રજા માટે વિભાગો દ્વારા પરસ્પર સંકલન બનતું નહિ હોય રોજિંદી ક્લિયરિંગ કાર્યવાહી ખોરવાય છે. જો કે ગુજરાતમાં માત્ર દશેરાને મંગળવારના રોજ જ રજા છે.

ફ્લિપકાર્ટના માલિક સચિન બંસલે ખુદ ઘરે જઈને કરી ડિલિવરી

ફ્લિપકાર્ટના માલિક સચિન બંસલે ખુદ ઘરે જઈને કરી ડિલિવરી

ફ્લિપકાર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન કો-ફાઉન્ડર સચિન બંસલે શુક્રવારે સવારે ચંદીગઢના કસ્ટમર્સને મળ્યા હતા અને ખૂદ ઓર્ડર ડિલિવર કર્યા હતા. આ દરમિયાન કેટલાંક કસ્ટમર તેમને ઓળખી શક્યા નહોતા. સચિન એક છોકરીને ત્યાં ઓર્ડર ડિલિવરી કરવા ગયા ત્યારે તેણીએ કોલેજ જવા માટે લેટ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

English summary
October 10 read today's top national news pics
Please Wait while comments are loading...