ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભારત સરકારે કરી સીમાઓ સીલ કરવાની તૈયારી

ભારત સરકારે કરી સીમાઓ સીલ કરવાની તૈયારી

ઘૂસણખોરી અને આતંકવાદની વારંવારની બનતી ઘટનાઓને ખાળવા માટે ગૃહમંત્રાલયે એક ખાસ નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની આખી બોર્ડરને સીલ કરી દેવામાં આવશે. ગૃહમંત્રીએ કરેલી જાહેરાત મુજબ આ સમગ્ર પ્રક્રિયા ઓગષ્ટ 2018 સુધીમાં પૂરી કરી લેવામાં આવશે. બન્ને દેશો 3,200 કિમી લાંબી સીમા ધરાવે છે.

ફુલ પેન્ટથી નિરાશ થયા સંઘના કાર્યકરો

ફુલ પેન્ટથી નિરાશ થયા સંઘના કાર્યકરો

દશેરાના દિવસે આરએસએસના ગણવેશમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ગણવેશમાં ખાખી હાફ પેન્ટના સ્થાને બ્રાઉન ફુલપેન્ટ સામેલ કરવામાં આવ્યું હતું. 11 વિદ્યાર્થીઓએ પ્રતીક પરગાવકર અને ચિન્મય દેશમુખને જણાવ્યું કે ફુલ પેન્ટ કસરતો અને પરેડ કરવા માટે યોગ્ય નથી. કહ્યું કે ફુલ પેન્ટ કરતાં ખાખી હાફપેન્ટ વધુ સારું હતું.

સર્જિકલ સ્ટ્રાઇકનું શ્રેય મોદીને જાય છેઃ પાર્રિકર

સર્જિકલ સ્ટ્રાઇકનું શ્રેય મોદીને જાય છેઃ પાર્રિકર

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પાર્રિકરે સર્જિકલ સ્ટ્રાઇક અંગે મહત્વનું નિવેદન આપ્યું. કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકનું સૌથી મોટું શ્રેય પીએમ મોદીને જાય છે. કહ્યું કે ઓપરેશન માટે સંપૂર્ણ યશ સશસ્ત્રદળોને જાય છે. પરંતુ સરકારે મક્કમતાથી લીધેલા નિર્ણયની પ્રશંસાથી જોઇએ.

2017ની યૂપી ચૂંટણી ભાજપ જીતશેઃ ઓપિનિયન પોલ

2017ની યૂપી ચૂંટણી ભાજપ જીતશેઃ ઓપિનિયન પોલ

ઉત્તર પ્રદેશમાં 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપ બહુમતીની નજીક પહોંચીને સરકાર બનાવે તેવી સ્થિતિ આવી શકે છે. ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી બીજા નંબર પર રહેશે. એક ટીવી ચેનકે કરેલા ઓપિનિયન પોલ મુજબ ભાજપને 170થી 183 સીટો મળશે.

મિ. નટવરલાલે 200 પોલીસકર્મીઓને ઠગ્યા

મિ. નટવરલાલે 200 પોલીસકર્મીઓને ઠગ્યા

એક ઠગે મુંબઇના ડેપ્યુટી પોલીસ કમિશ્નર સહિત 200 પોલીસ અધિકારીઓને કરોડોનો ચૂનો લગાવ્યો. મોહનકુમાર શ્રીવાસ્તવે પોલીસ ઑફિસર્સને રોકાણના 400 ટકા રૂપિયા પરત કરવાનો વાયદો આપી ઠગી ગયો હતો. ડરના માર્યા પોલીસ અધિકારીઓએ ફરિયાદ સુધ્ધાં નહોતી નોંધી.

કેરળઃ ભાજપના કાર્યકર્તાની હત્યા

કેરળઃ ભાજપના કાર્યકર્તાની હત્યા

કુન્નૂરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હત્યાના પગલે હોબાળો મચ્યો છે. સીપીએમ કાર્યકર્તાની હત્યાના બીજા દિવસે જ બીજેપીના રમિશ નામના કાર્યકર્તાની હત્યા થઇ. પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવી સીએમની ટીકા કરી છે. આજે કેરળમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

જેએનયૂમાં મોદી અને શાહના પૂતળાનું દહન

જેએનયૂમાં મોદી અને શાહના પૂતળાનું દહન

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરીથી વિવાદમાં સપડાઇ છે. કોંગ્રેસ સમર્થિત સંગઠન NSUIના કેટલાક સભ્ય વિદ્યાર્થીઓએ દશેરાના દિવસે મોદીનું અને અમિત શાહનું પૂતળું બાળ્યું હતું. આ હરકતનો વીડિયો ઉતારી ફેસબૂક પર પબ્લિશ કરવામાં આવ્યો હતો.

English summary
October 13 read today's top national news pics
Please Wait while comments are loading...