બાર ગર્લ્સને મળશે રોજગાર, ડાન્સ બાર પરથી સુપ્રિમે હટાવી રોક

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બાર ગર્લ્સને મળશે રોજગાર, ડાન્સ બાર પરથી સુપ્રિમે હટાવી રોક

બાર ગર્લ્સને મળશે રોજગાર, ડાન્સ બાર પરથી સુપ્રિમે હટાવી રોક

લાંબા સમયથી ડાન્સ બાર ખુલવાની રાહ જોઇ રહેલા લોકોને સુપ્રિમ કોર્ટ તરફથી રાહતના સમાચાર મળી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા મહારાષ્ટ્રમાં ડાન્સ બાર પર લગાવવામાં આવેલી રોક હટાવી લીધી છે. સુપ્રિમ કોર્ટનો આ વચગાળાનો નિર્ણય છે, આગળની સુનાવણી ચાલતી રહેશે. મહત્વપૂર્ણ વાત એ છેકે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયના કારણે 75000 બારગર્લ્સને ફરીથી રોજગારી મળી રહેશે.

જયા બચ્ચન પણ ગાય અને ડુક્કર ખાય છે તો શું તેની હત્યા કરી નાખુ: અમરસિંહ

જયા બચ્ચન પણ ગાય અને ડુક્કર ખાય છે તો શું તેની હત્યા કરી નાખુ: અમરસિંહ

દેશભરમાં હાલમાં માંસના મુદ્દાને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ નેતાએ વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે ગૌ માંસને લઇને સપા સાંસદ (રાજ્યસભા) જયા બચ્ચન પર નિશાન સાંધ્યુ હતુ. તેમણે મિડીયા સાથે એક વાતચીત દરમ્યાન કહ્યું હતુ કે ગૌ માંસ ખાવા પર કોઇની હત્યા ન થવી જોઇએ. વધુમાં તેમણે કહ્યુ કે જયા બચ્ચન તો ગાય અને ડુક્કર બંનેનું માંસ ખાય છે, તો શું તેમની હત્યા કરી નાખુ?

ડૉ. કલામની જન્મજયંતિ પર પીએમ મોદીએ કર્યું કલામની પ્રતિમાનું અનાવરણ

ડૉ. કલામની જન્મજયંતિ પર પીએમ મોદીએ કર્યું કલામની પ્રતિમાનું અનાવરણ

15 ઓક્ટોબર, આજે ડૉ.અબ્દુલ કલામની જન્મજયંતી છે. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931માં રામેશ્વરમમાં થયો હતો. રાષ્ટ્ર આખુ તેમની જન્મજયંતિને લઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. ત્યારે દિલ્હીના DRDO ભવનમાં ડૉ. એ.પી.જે કલામની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમનું એક ફોટો એક્ઝીબિશન પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતુ.

સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે આપી કલામને શ્રદ્ધાંજલિ

સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે આપી કલામને શ્રદ્ધાંજલિ

આજે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતી છે. ત્યારે ઓડીશાના ખ્યાતનામ સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે ડૉ. અબ્દુલ કલામની રેત કૃતિ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નેશનલ હેરાલ્ડ કેસમાં સુનાવણી, સોનિયા અને રાહુલ ગાંધીએ જજ બદલવા કરી અપીલ

નેશનલ હેરાલ્ડ કેસમાં સુનાવણી, સોનિયા અને રાહુલ ગાંધીએ જજ બદલવા કરી અપીલ

નેશનલ હેરાલ્ડ કેસમાં આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ છેકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ કેસમાં જજ બદલવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષા અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં એક અરજીના મામલે ભિન્ન વર્તાવ કરવાને લઇને આપત્તિ વ્યક્ત કરતા દિલ્હી હાઇકોર્ટમાં તે અંગે અરજી કરી હતી.

આરક્ષણ આંદોલનમાં દખલ ન કરે અમિતશાહ: હાર્દિક પટેલ

આરક્ષણ આંદોલનમાં દખલ ન કરે અમિતશાહ: હાર્દિક પટેલ

ગુજરાતમાં પટેલ આરક્ષણ આંદોલનના પ્રમુખ નેતા હાર્દિક પટેલે ભાજપ અધ્યક્ષ અમિત શાહને દખલ ન કરવા માટે જણાવ્યું છે. શાહને આપવામાં આવેલા એક ખુલ્લા સંદેશમાં હાર્દિકે કહ્યું છેકે ભાજપ અધ્યક્ષના ઇચ્છવા પર આંદોલન બંધ નહીં થાય. વધુમાં હાર્દિક પટેલે, પટેલ આરક્ષણ આંદોલનથી અમિત શાહને દૂર રહેવા માટે અનુરોધ કર્યો છે.

તહેવારોની માંગમાં સોના ચાંદીમાં તેજી

તહેવારોની માંગમાં સોના ચાંદીમાં તેજી

હાલમાં દેશમાં તહેવારોની ધૂમ ચાલી રહી છે. અને ત્યારબાદ લગ્નગાળાને લઇને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ 27000ને પાર કરી ગયા હતા. તો ચાંદીના ભાવ પણ 500 રૂપિયાના ઉછાળા સાથે 37,300 થયા છે.

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 26,900 અને નિફ્ટી 8156ને પાર

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 26,900 અને નિફ્ટી 8156ને પાર

આજે ઉઘડતા બજારમાં મુંબઇ શેરબજારનો સેસેન્કસ 161 પોઇન્ટના વધારા સાથે 26,941ને પાર પહોંચ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 48 પોઇન્ટના વધારા સાથે 8156 પોઇન્ટ પર પહોંચ્યો હતો. આ સાથે જ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

જીત બાદ ધોની બોલ્યા, લોકો તલવાર લઇને જ ઉભા હોય છે

જીત બાદ ધોની બોલ્યા, લોકો તલવાર લઇને જ ઉભા હોય છે

ગઇકાલે ઇન્દોર વન ડેમાં કેપ્ટન ધોનીની શાનદાર ઇનીંગની મદદથી ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રિકાને પરાજીત કરી છે. ઇન્દોર વન ડે જીત્યા બાદ તેમને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યારે કેપ્ટન ધોનીએ તેમના આલોચકોને જવાબ આપતા કહ્યું હતુ કે લોકો તો ઇચ્છે છેકે તમે એક ભૂલ કરો અને તેમને બોલવાની તક મળી જાય કારણ કે લોકો તો તલવાર લઇને ઉભા જ હોય છે.

ઝહીર ખાન આજે ક્રિકેટ પીચને અલવિદા કહેશે

ઝહીર ખાન આજે ક્રિકેટ પીચને અલવિદા કહેશે

ભારતના તેજ રફ્તાર બોલર ઝહીર ખાન આજે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે. આ અંગે IPLના ભૂતપૂર્વ કમિશ્નર રાજીવ શુક્લાએ જાણકારી આપી હતી.

ભાજપમાં All is not well?

ભાજપમાં All is not well?

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે, આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે સમાચાર મળી રહ્યાં છેકે બિહાર ભાજપમાં બધુ સારૂં નથી. અને તેના કારણે બિહાર ભાજપે ઉમેદવારોને જીત સુધી પહોંચાડવા માટે ષડયંત્રો કરવા પડી રહ્યાં છે. જી હા, આ સમાચાર પટના સાહેબ વિધાનસભા બેઠકને લઇને આવી રહ્યાં છે.

દાદરી અને મૈનપુરી હિંસાનો બદલો લેવા માંગે છે આતંકીઓ, ઉત્તરપ્રદેશમાં હાઇઅલર્ટ

દાદરી અને મૈનપુરી હિંસાનો બદલો લેવા માંગે છે આતંકીઓ, ઉત્તરપ્રદેશમાં હાઇઅલર્ટ

દાદરી કાંડમાં ગઇકાલે જ પીએમ મોદીએ પોતાનું મૌન તોડ્યુ છે. અને હવે ગુપ્ત વિભાગ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલા કોડ પરથી ખુલાસો થઇ રહ્યો છે કે આતંકીઓ ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લામાં આતંકી હુમલાની યોજના ઘઢી રહ્યાં છે. મહત્વપૂર્ણ છેકે આતંકીઓ દાદરી અને મૈનપુરીની ઘટનાનો બદલો લેવા માટે હુમલા કરી શકે છે. એક અંગ્રેજી અખબારના રીપોર્ટ મુજબ આ ગુપ્ત માહિતી બાદ ઉત્તરપ્રદેશમાં હાઇઅલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

બોલીવુડ શહેનશાહ અને શિલ્પા શેટ્ટી ટીવી સેટ

બોલીવુડ શહેનશાહ અને શિલ્પા શેટ્ટી ટીવી સેટ

આગામી સમયમાં ટેલિવીઝન પર આજ કી રાત હૈ જીંદગી શો આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને શિલ્પા શેટ્ટી ટીવી શોના સેટ પર ઉપસ્થિત રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X