• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સિઝફાયર કર્યું

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સિઝફાયર કર્યું

પાકિસ્તાની સૈનિકોએ ફરી વખત સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યો. નૌશેરા સેક્ટરમાં આજે સવારે 5 વાગ્યે પાકિસ્તાન તરફથી 4 ભારતીય ચોકીઓ પર મોર્ટાર હુમલો થયો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. ફાયરિંગમાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલ નથી મળ્યા.

જે&કેઃ ડોડાના જંગલમાં આગ ભભૂકી

જે&કેઃ ડોડાના જંગલમાં આગ ભભૂકી

જમ્મુ અને કાશ્મીરના ડોડાના જંગલમાં શનિવારની રાતથી ભયાકન આગ ફાટી નીકળી છે. આગના કારણે જંગના ગ્રીન બેલ્ટને ભારે નુકશાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

હવે ફ્લાઇટમાં ધાંધલ કરનારા સામે કડક પગલાં લેવાશે

હવે ફ્લાઇટમાં ધાંધલ કરનારા સામે કડક પગલાં લેવાશે

એવિએશન સિક્ટોરિટીના ભાગ રુપે ભારતમાં પણ હવે નો-ફ્લાય લિસ્ટ તૈયાર કરવામાં આવશે. દરેક જણ સેફ ટ્રાવેલિંગ કરી શકે તે માટે એવિએશનમાં ગંભીર ગુનેગારો પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. નો-ફ્લાય લિસ્ટનો કન્સેપ્ટ અમેરિકાથી પ્રેરિત છે. અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટ ટેરરિસ્ટ સ્ક્રીનિંગ સેન્ટર લોકોની લિસ્ટ મેઈન્ટેન કરે છે.

મુંબઇઃ 5 વર્ષમાં ટ્રાફિક પોલીસે 97 કરોડનો દંડ વસૂલ્યો

મુંબઇઃ 5 વર્ષમાં ટ્રાફિક પોલીસે 97 કરોડનો દંડ વસૂલ્યો

જેમ પ્રજા ટ્રાફિકનો નિયમ ભંગ કરે તેમ ટ્રાફિક વિભાગની તીજોરી વધુ સમૃદ્ધ થાય છે. પાંચ વર્ષ કરતા પણ ઓછા સમયમાં એમટીપીએ દંડ પેટે 97 કરોડ એકત્રીત કર્યા છે. ૨૦૧૫માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 18,55,111 કેસ કરાયા હતા. ઉપરાંત દંડ તરીકે 21.21 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા.

બાબા રામદેવ લખશે આત્મકથા

બાબા રામદેવ લખશે આત્મકથા

યોગગુરૂ બાબા રામદેવ ઇંડિયા ટૂડે મેગેઝીનના સહાયકતંત્રી ઉદય મહૂરકર સાથે મળીને પોતાની આત્મકથા લખવા જઈ રહ્યા છે. જેમા બાબા પોતાની યોગગુરૂથી લઈને રાજનીતિ સુધીની સફરને વર્ણવશે. રામદેવ બાબાની આ આત્મકથાનું નામ 'બીઇંગ બાબા રામદેવ' રાખવામાં આવશે. આવતા વર્ષે આ આત્મકથા પ્રકાશિત કરાશે.

BJP

BJP

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મિશન-265 પાર પાડવા ચાર પરિવર્તન યાત્રા યોજશે. આ યાત્રાઓ આવાત મહિને 5 નવેમ્બરથી શરૂ થશે. ભાજપની આ યાત્રાઓ યૂપીની બધી જ 403 વિધાનસભા બેઠકો પરથી પસાર થશે.

English summary
October 16 read today's top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X