ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

છેલ્લા 2 વર્ષમાં ભારતે અનેક નોંધપાત્ર સુધારા કર્યાઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવા ખાતે બ્રિક્સ બિઝનેસ સંમેલનમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા બે વર્ષમાં ગણમાન્ય સુધારાઓ કર્યા છે. સુધારાઓના પગલે દેશમાં વેપારની સ્થિતિમાં સુધારો થયો છે. ઉપરાંત બ્રિક્સ બિઝનેસને વધારવા માટે બ્રિક્સ દેશોને અપીલ કરી હતી.

2050 સુધી 70 લાખ નોકરીઓ 'ગાયબ' થઈ જશેઃ અભ્યાસ
તાજેતરમાં દિલ્હીની સિવિલ સોસાયટી ગ્રૂપ 'પ્રહાર'ના એક અભ્યાસનું તારણ છે કે છેલ્લાં ચાર વર્ષ દરમિયાન દેશમાં દરરોજ 550 નોકરીઓ 'ગાયબ' થઈ છે. આ ટ્રેન્ડ યથાવત્ રહેશે તો વર્ષ 2050 સુધીમાં દેશમાંથી 70 લાખ નોકરીઓ ખતમ થઈ જશે. ખેડૂત, નાના વેપારી, કોન્ટ્રેક્ટર લેબરર્સની આજીવિકાને જોખમ છે.

આતંકીઓને સંઘ અને ભાજપીઓને માથાં વાઢવાના આદેશ મળ્યા હતા
આઇએસ પ્રભાવિત એક આતંકી સમૂહના 6 આતંકીઓને ત્રણ વ્યક્તિઓના માથાં વાઢવાનો આદેશ મળ્યો હતો. જેમાંથી બે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એક ભારતીય જનતા પાર્ટીના હતાં. અફઘાનિસ્તાનમાં બેઠેલા આકાઓ પાસેથી આતંકીઓને આ નિર્દેશ મળ્યો હતો.

મુંબઈના સાંતાક્રૂઝમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા RTI કાર્યકર્તાની હત્યા
મુંબઇના સાંતાક્રૂઝ (ઈસ્ટ)ના વાકોલા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય ગુજરાતી કચ્છી વેપારી ભૂપેન્દ્ર હીરજી વીરાની અજાણી વ્યક્તિઓએ શનિવારે ગોળી મારી હત્યા કરી હતી. પોલીસનું કહેવું છે કે વીરાએ તેમના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. તેઓ સક્રિય RTI કાર્યકર્તા હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
