Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

કાવેરી જળ વિવાદમાં તામિલનાડુના ખેડૂતોના રેલ રોકો આંદોલનને વિપક્ષનું સમર્થન

કાવેરી જળ વિવાદમાં તામિલનાડુના ખેડૂતોના રેલ રોકો આંદોલનને વિપક્ષનું સમર્થન

કાવેરી જળ વિવાદને લઈને કર્ણાટક અને તમિલનાડુમાં ભારે તંગદિલી જોવા મળી છે. કાવેરી બોર્ડ મેનેજમેન્ટની રચના કરવાની માગ સાથે તમિલનાડુના તિરૂચી અને ડેલ્ટા જિલ્લાના ખેડૂતોએ 48 કલાક માટે રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. રેલરોકો આંદોલનમાં વિરોધ પક્ષ ડીએમકે સહિતના પક્ષોએ ટેકો જાહેર કર્યો છે.

ભારત સાથે બદલો લેવા પાકિસ્તાનની ISIએ બનાવ્યો નવો પ્લાન

ભારત સાથે બદલો લેવા પાકિસ્તાનની ISIએ બનાવ્યો નવો પ્લાન

ભારતના સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવા પાકિસ્તાન હવે નવો પ્લાન તૈયાર કર્યો છે. એજન્સી આઈએસઆઈ 100 દિવસોના હિંસક આંદોલન દરમિયાન કાશ્મીરમાં નિષ્ક્રિય થઈ ગયેલા આતંકી સંગઠનોને ફરીથી તૈયાર કરી રહી છે. તેની જવાબદારી મુઝફ્ફરાબાદ(પીઓકે)માં બેઠેલા અલ-ઉમર-મુજાહિદ્દીનના નેતા મુશ્તાક જરગરને સોંપવામાં આવી છે.

GSTને કારણે કર વિભાગના કર્મચારીઓની સંખ્યા નહીં ઘટાડાય : નાણા મંત્રાલય

GSTને કારણે કર વિભાગના કર્મચારીઓની સંખ્યા નહીં ઘટાડાય : નાણા મંત્રાલય

નાણાં મંત્રાલયે CBECના અધિકારીઓને ખાતરી આપી છે કે, નવા જીએસટી કાયદાથી આડકતરી રીતે કર વિભાગના કર્મચારીઓમાં કોઈ ઘટાડો નહીં થાય. આ કર્મચારીઓના વિચારોને સંભાળ્યા બાદ જ માનવ સંસાધન નીતિ તૈયાર કરવામાં આવશે. એક્સાઈઝ અને કસ્ટમ્સના અધિકારીઓનું કહેવું હતું કે આ કારણે કર્મચારીઓ ફાજલ થઈ જશે.

પરિક્ષામાં પુછાયું વિરાટની ગર્લ ફ્રેન્ડ વિશે, થયો વિવાદ

પરિક્ષામાં પુછાયું વિરાટની ગર્લ ફ્રેન્ડ વિશે, થયો વિવાદ

મુંબઇની એક શાળામાં નવમાં ધોરણના પીટીનાં પેપરમાં પુછાયેલા સવાલોથી વિવાદ પેદા થયો. ભિવંડીની ચાચા નેહરૂ હિંદી હાઇસ્કુલમાં પીટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પુછવામાં આવ્યું કે વિરાટ કોહલીની ગર્લફ્રેડનું નામ શું છે. વિવાદ બાદ શાળાનાં પ્રિંસિપાલ એ.આર પાન્ડેયે પેપર અંગેની તમામ જવાબદારી પીટી ટીચરની ગણાવી હતી.

RSS પાસેથી સર્જિકલ સ્ટ્રાઇકની પ્રેરણા લીધીઃ પાર્રિકર

RSS પાસેથી સર્જિકલ સ્ટ્રાઇકની પ્રેરણા લીધીઃ પાર્રિકર

રક્ષામંત્રી મનોહર પાર્રિકરે સર્જિકલ સ્ટ્રાઇક પાછળની પ્રેરણાનો ખુલાસો કર્યો છે. પાર્રિકરે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીખ જ આ કાર્યવાહીનો પાયો છે. નીરમા કોલેજમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે આ ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોદી અને પાર્રિકર હંમેશાથી જ RSS સાથે જોડાયેલા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X