ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

કુપવાડામાં જવાનોએ એક આતંકીને ઠાર માર્યો
રવિવારે મોડી રાત્રે આરએસ પુરા સેક્ટરમાં થયેલા સિઝફાયરમાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે કૂપવાડામાં થયેલ અથડામણ દરમિયાન સુરક્ષા જવાનોએ એક આતંકીને ઠાર માર્યો હતો. છૂપાયેલા અન્ય બે આતંકીઓને શોધી કાઢવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

એર ઇન્ડિયાના વિમાનનું ટાયર ફાટતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
રાજસ્થાનના ઉદયપુરથી ઉડાન ભરેલ એર ઇન્ડિયાની ફ્લાઇટનું અચાનક ટાયર ફાટી ગયું હતું. જેથી ફ્લાઇન્ટનું દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં ક્રુ મેમ્બર સહિત 108 યાત્રીઓ સવાર હતા.

પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનો ભંગ કર્યો, 1 જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગતાં કોન્સ્ટેબલ સુશીલ કુમાર શહીદ થયા છે અને અન્ય બે જવાન ઘાયલ થયા છે. પાકિસ્તાન તરફથી શુક્રવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ દિવાળીએ સૈનિકોને યાદ કરોઃ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ આ દિવાળીને ભારતીય સુરક્ષા જવાનોને નામ કરવાની અપીલ કરી. ટ્વીટ કરી કહ્યું કે, આ દિવાળીએ સુરક્ષાદળોને યાદ કરો જે દેશની રક્ષા માટે પુરી જિંદગી કાઢી નાખે છે. તેમણે નરેન્દ્ર મોદી એપ દ્વારા સૈનિકોને સંદેશ પહોંચાડવાનો આગ્રહ કર્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
