• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સસરા બોલાવી રહ્યા છે કહીને જમાઇઓએ કર્યો સાસુનો કર્યો બળાત્કાર

સસરા બોલાવી રહ્યા છે કહીને જમાઇઓએ કર્યો સાસુનો કર્યો બળાત્કાર

ઉત્તરપ્રદેશમાં ફરીએકવખત પરિવાર અને સંબંધોને તાર તાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જી હા, ઉત્તરપ્રદેશના ઝાંસીમાં જમાઇએ અન્ય જમાઇઓ સાથે મળીને પોતાના જ સાસુનો જઘન્ય બળાત્કાર કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. વધુમાં આ જમાઇઓએ સાસુના બળાત્કારનો વિડીયો પણ બનાવ્યો છે અને તેને ઇન્ટરનેટ પર નાખવાની ધમકી આપી છે. હાલમાં સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉધમપુર હુમલાનો માસ્ટરમાઇન્ડ કાસીમ કરાયો ઠાર

ઉધમપુર હુમલાનો માસ્ટરમાઇન્ડ કાસીમ કરાયો ઠાર

આજે ભારતીય સુરક્ષાદળના હાથમાં મોટી સુરક્ષા હાથ લાગી છે. જી હા, ભારતીય સુરક્ષાદળના જવાનોએ આતંકી સંગઠન લશ્કરે તૈયબાના કમાંડર અબુ કાસિમને ઠાર માર્યો છે. જી હા, બુધવારે મોડીરાત્રે 2 કલાકે કુલગામ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી મૂઠભેડમાં તેને ઠાર કરવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે કાસીમ ઉધમપૂર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને ઘણો ખતરનાક હતો.

દાઉદનો ખાસ રિયાઝ ભાટી પોલીસ ગીરફ્તમાં

દાઉદનો ખાસ રિયાઝ ભાટી પોલીસ ગીરફ્તમાં

ઇન્ડોનેશિયાના બાલીમાંથી છોટા રાજનની ધરપકડ બાદ પોલીસને વધુ એક મોટી સફળતા હાંસલ થઇ છે. જી હા, મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દાઉદના ખાસ માણસ રિયાઝ ભાટીને પાસપોર્ટ સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

મુશર્રફના નિવેદન પર ડોભાલનો સખત જવાબ

મુશર્રફના નિવેદન પર ડોભાલનો સખત જવાબ

નેશનલ સીક્યોરીટી અડવાઇઝર અજિત ડોભાલે પરવેઝ મુશર્રફના નિવેદનની ચુટકી લેતા કહ્યું છેકે જેવા હીરો હશે તેવા જ તેના લોકો પણ હશે. તમને જણાવી દઇએ કે પરવેઝ મુશર્રફે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ઓસામા બિન લાદેન અને હક્કાનીને પાકિસ્તાનના હીરો ગણાવ્યા હતા.

શત્રુએ કહ્યું જેટલી હારવા છતા મંત્રી બન્યા અને હું જીતીને પણ નહીં

શત્રુએ કહ્યું જેટલી હારવા છતા મંત્રી બન્યા અને હું જીતીને પણ નહીં

ફરી એકવખત ભાજપના વરિષ્ઠ નેતા શત્રુજ્ઞ સિંહાએ પોતાના પક્ષ વિરૂદ્ધ સુર આલાપ્યો છે. અને આ વખતે તેમણે પક્ષ પ્રત્યે પોતાના અસંતોષનું કારણ પણ જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે અરૂણ જેટલીને હારવા છતા મંત્રી બનાવવામાં આવ્યા અને મારી જીત છતા મને કોઇ સ્થાન ના આપવામાં આવ્યું.

બિહારમાં મતદાન બૂથ પર વાનરના આતંકનો ભોગ બની વૃદ્ધા

બિહારમાં મતદાન બૂથ પર વાનરના આતંકનો ભોગ બની વૃદ્ધા

ગઇકાલે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન માટે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પરંતુ બિહારના બખ્તીયારપુરમાં એક મતદાન બુથ પર એક વૃદ્ધા વાનરના આતંકનો ભોગ બની હતી. વૃદ્ધાને વાનરે બચકું ભર્યું હતુ અને ત્યારબાદ આ વૃદ્ધા રડવા લાગી હતી.

RJDના રાબડી દેવી અને લાલુપ્રસાદ યાદવે કર્યું મતદાન

RJDના રાબડી દેવી અને લાલુપ્રસાદ યાદવે કર્યું મતદાન

ગઇકાલે બિહારમાં અનેક ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારોએ કર્યો છે. ત્યારે RJDના નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને લાલુપ્રસાદ યાદવે પણ મતદાન કર્યું હતુ.

લાલુપ્રસાદ યાદવે સંબોધી ચૂંટણીસભા

લાલુપ્રસાદ યાદવે સંબોધી ચૂંટણીસભા

જ્યાં એક તરફ ગઇકાલે બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતુ, ત્યારે ચોથા તબક્કાના મતદાન માટે લાલુપ્રસાદ યાદવે ગોપાલગંજમાં જોરશોરથી ચૂંટણીસભાને સંબોધન કર્યું હતુ.

સાક્ષી મહારાજે કહ્યું દમ હોય તો પોર્ક ખાઇને બતાવે

સાક્ષી મહારાજે કહ્યું દમ હોય તો પોર્ક ખાઇને બતાવે

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ગૌ માંસને લઇને ચાલી રહેલા વિવાદમાં એક નવી ચર્ચાને જોડી દીધી છે. સાક્ષી મહરાજે ગૌ માંસનું સમર્થન કરનાર લોકોને પડકાર આપતા કહ્યું છેકે જો બકરી અને ગાયના માંસમાં કોઇ ફર્ક ના હોય તો મુસલમાનો સુઅરનું માંસ ખાઇને બતાવે.

ત્રીજી ઇન્ડો આફ્રિકા ફોરમ દરમ્યાન રાષ્ટ્રપતિ ભવનનો સુંદર નજારો

ત્રીજી ઇન્ડો આફ્રિકા ફોરમ દરમ્યાન રાષ્ટ્રપતિ ભવનનો સુંદર નજારો

આજે નવી દિલ્હીમાં ત્રીજી ઇન્ડો આફ્રિકા ફોરમનો છેલ્લો દિવસ છે. ત્યારે રાષ્ટ્રપતિ ભવનની સુંદર સજાવટ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનનો નજારો ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

દિલ્હી IITમાં ઝુકરબર્ગે આપ્યા અનેક સવાલના જવાબ

દિલ્હી IITમાં ઝુકરબર્ગે આપ્યા અનેક સવાલના જવાબ

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ દિલ્હી IITમાં આયોજીત એક સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં IITના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા. માર્કે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

સુપ્રિમ કોર્ટે દિવાળીમાં ફટાકડાના પ્રતિબંધ માટે કર્યો ઇન્કાર

સુપ્રિમ કોર્ટે દિવાળીમાં ફટાકડાના પ્રતિબંધ માટે કર્યો ઇન્કાર

દિવાળીના અવસરમાં ફટાકડા ફોડવાની અરજીને સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે કહ્યું છેકે આ પ્રકારનો નિર્ણય ન થઇ શકે, ના તો તેને લાગુ કરી શકાય.

માત્ર 250 રૂપિયાના ખાવાના બિલ માટે પોલીસે કરી હોટલ માલિકની હત્યા

માત્ર 250 રૂપિયાના ખાવાના બિલ માટે પોલીસે કરી હોટલ માલિકની હત્યા

ઉત્તરપ્રદેશની પોલીસનો ફરી એકવખત ભયાનક ચહેરો સામે આવ્યો છે. જી હા, સહારનપુરમાં એક હોટેલ માલિકે પોલીસવાળાઓને જ્યારે 270 રૂપિયાનુ બિલ ચૂકવવાનું કહ્યું ત્યારે હોટેલ માલિકે તેના બદલામાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

યુપીમાં 10 હજાર ભર્તી થશે ઇન્ટરવ્યુ વગર

યુપીમાં 10 હજાર ભર્તી થશે ઇન્ટરવ્યુ વગર

ઉત્તરપ્રદેશમાં અનેક વિભાગોમાં નોકરી માટે સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષ ઇન્ટરવ્યુની પ્રથાને બંધ કરી દીધી છે. જેની શરૂઆત પાવર કોર્પોરેશનથી કરવામાં આવી છે. જીહા, પાવર કોર્પોરેશનના સમૂહ "ગ" માટેના વિભિન્ન પદો માટે ઇન્ટરવ્યુ વગર ભરતી કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાથી જનજીવન ઠપ્પ

જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાથી જનજીવન ઠપ્પ

બુધવારે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવખત તાજી બરફ વર્ષા થઇ હતી. બરફવર્ષાના કારણે પીર પાંજલ રેન્જીસનો નજારો અદભૂત લાગતો હતો. જ્યાં એક તરફ સહેલાણીઓએ બરફવર્ષાની મજા માણી હતી. ત્યારે બીજી તરફ ઠંડી અને બરફના કારણે લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી હતી.

દિલ્હીમાં ઠંડીનો ચમકારો, રજાઇ અને ધાબળાનો લેવો પડ્યો સહારો

દિલ્હીમાં ઠંડીનો ચમકારો, રજાઇ અને ધાબળાનો લેવો પડ્યો સહારો

ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. દિલ્હીમાં સવારના સમયે ખુબ જ ધુમ્મસ જોવા મળ્યું હતુ. તો લોકોએ ઠંડીથી બચવા માટે રજાઇ અને ધાબળાનો સહારો લેવાની ફરજ પડી હતી.

આવતા વર્ષે અજય દેવગન ધમાકો કરવા તૈયાર

આવતા વર્ષે અજય દેવગન ધમાકો કરવા તૈયાર

વર્ષ 2016માં અજય પોતાના ફેન્સ માટે દમદાર ફિલ્મો લઇને આવી રહ્યાં છે. જી હા, જે પ્રમાણે તેમની ફિલ્મોનું શુટીંગ ચાલી રહ્યું છે. માર્ચમાં બાદશાહો રિલીઝ થશે અને ત્યારબાદ દિવાળીના અવસરે દર્શકોને શિવાયની ભેટ મળશે.

બોક્સઓફીસ પર ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં બિગબજેટ ફિલ્મો ના ચાલી

બોક્સઓફીસ પર ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં બિગબજેટ ફિલ્મો ના ચાલી

ઓક્ટોબરમાં અનેક મોટી ફિલ્મો રિલીઝ થઇ અને તેના પરિણામો ઘણાં આકર્ષક રહ્યાં. જી હા, બોક્સઓફિસ પર સિંહ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મો ફ્લોપ રહી પણ તેના સ્થાને ઓછા બજેટ વાળી તલવાર અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મો વધુ ચાલી.

હરભજન સિંહ અને ગીતા બંધાશે આજે સાત જન્મના બંધનમાં

હરભજન સિંહ અને ગીતા બંધાશે આજે સાત જન્મના બંધનમાં

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરા આજે લગ્નના બંધને બંધાશે. લગ્ન સમારોહ જાલંધરથી દૂર ફગવાડાની એક હોટેલમાં છે. જ્યાં પરિવારના સભ્યો, ક્રિકેટ જગતની હસ્તીઓ અને અન્ય મહેમાનો શિરકત કરશે.

ક્રિકેટનો સમાવેશ થશે ઓલંપીકમાં, સચિન અને વોર્ને શરૂ કરી મુહિમ

ક્રિકેટનો સમાવેશ થશે ઓલંપીકમાં, સચિન અને વોર્ને શરૂ કરી મુહિમ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને મહાન બોલર શેન વોર્ન ટી-20માં ક્રિકેટનો સમાવેશ કરાવવા માંગે છે. અને તે માટે બંનેએ કવાયદ પણ શરૂ કરી દીધી છે.

સચિન તેંડુલકરે

સચિન તેંડુલકરે "જેલી બેલી" બુકને કરી લોન્ચ

બુધવારે મુંબઇમાં અપર્ણા સંથનામ લિખીત પુસ્તક "જેલી બેલીને" ક્રિકેટ લિજેન્ડ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે લોન્ચ કરી હતી.

સેંસેક્સ 27000ની નીચે અને નિફ્ટી 8144 પર

સેંસેક્સ 27000ની નીચે અને નિફ્ટી 8144 પર

મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સેંસેક્સ આજે ફરી નરમાઇ સાથે ખુલ્યો હતો. સેંસેક્સ મનોવૈજ્ઞાનિક સ્તર 27000 સુધી આવી ગયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 અંકના ઘટાડા સાથે 8144 પર પહોંચી ગયો હતો.

મુંબઇમાં ફરારી શરૂ કરશે નવો શો રૂમ

મુંબઇમાં ફરારી શરૂ કરશે નવો શો રૂમ

સ્પોર્ટસ કારમાં ઇટલીની મુખ્ય કાર નિર્માતા કંપની ફરારીની વાત ચોક્કસ કરવામાં આવે છે. ફરારી ભારતીય બજારમાં પોતાના નેટવર્કના વિસ્તરણ માટે ટૂંક સમયમા ભારતની વાણિજ્યિક નગરી મુંબઇમાં પોતાનો નવો શોરૂમ ખોલવાની વિચારણા કરી રહી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ રજૂ કર્યું સ્કુટર ગસ્ટોનું નવુ એડિશન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ રજૂ કર્યું સ્કુટર ગસ્ટોનું નવુ એડિશન

દેશની પ્રમુખ SUV વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના લોકપ્રિય સ્કુટર ગસ્ટોનું નવુ એડિશન રજૂ કર્યું છે. કંપનીએ આ નવા સ્પેશિયલ એડિશનની કિંમત 51.5 હજાર રૂપિયા નક્કી કરી છે.

કડવા ચોથની ખરીદીમાં મહિલાઓ બની વ્યસ્ત

કડવા ચોથની ખરીદીમાં મહિલાઓ બની વ્યસ્ત

મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત રાખે છે. કડવા ચોથને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહિલાઓ કડવા ચોથને લઇને બજારમાં બંગળીની ખરીદી કરતા જોવા મળી હતી.

English summary
October 29: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more