રાધે માંને કાળા જાદુ કેસ મામલે મળી રાહત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાધે માંને કાળા જાદુ કેસ મામલે મળી રાહત

રાધે માંને કાળા જાદુ કેસ મામલે મળી રાહત

સોમવારે, વિવાદાસ્પદ ધર્મગુરુ રાધે માંને થોડી રાહત મળી. બોમ્બે હાઇકોર્ટમાં વકિલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે તેમની સામે અશ્લીલતા ફેરાવા અને કાળો જાદુ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેની પ્રથમ પોલિસ તપાસમાં પોલિસને તેવા કોઇ પુરાવા નહતા મળ્યા.

શિવસેનાએ મોદીને કહ્યું હવે તો હિંમત બતાવો!

શિવસેનાએ મોદીને કહ્યું હવે તો હિંમત બતાવો!

શિવસેનાએ તેના મુખ્યપત્ર સામાનામાં મોદીને હિંમત બતાવવાની સલાહ આપી છે. કાશ્મીરમાં વારંવાર થઇ રહેલી ધૂસણખોરી મામલે પાકિસ્તાનને સબક શીખવાડવાની માંગ કરતા સામના લખ્યું છે કે હિંમત વિદેશથી ઉધાર નથી આવી શકાતી. ત્યારે પાકિસ્તાનની ના પાક હરકતોનો મોદીએ વળતો જવાબ આપવો જોઇએ.

આખરે ટ્રક હડતાલ સમાપ્ત, કરોડોનું નુક્શાન

આખરે ટ્રક હડતાલ સમાપ્ત, કરોડોનું નુક્શાન

પાંચ દિવસ બાદ આજે ટ્રક ચાલકો તેમની હડતાલ પાછી ખેંચી છે. માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ ક્રોંગ્રેસના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠક બાદ આ હડતાલ પાછી ખેંચવામાં આવી છે. જો કે આ પાંચ દિવસની હડતાલના કારણે દેશને 36 હજાર કરોડ કરતા વધુ રૂપિયાનું નુક્શાન થયું છે.

ગૌ માંસ વિવાદ પર આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા સ્થગિત

ગૌ માંસ વિવાદ પર આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા સ્થગિત

સોમવારે, જમ્મુ કાશ્મીર વિધાનસભા ગૌ માંસ પર પ્રતિબંધ મામલે થયેલા હંગામાં બાદ મંગળવાર સુધી વિધાનસભા સ્થગિત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ વિરોધમાં ક્રોંગ્રેસ અને નેશનલ કોન્ફર્ન્સના વિધાયકો વિરોધ નોંધાવ્યો હતો.

બેંગ્લોરમાં એક BPO કર્મચારી સાથે થયો ગેંગરેપ

બેંગ્લોરમાં એક BPO કર્મચારી સાથે થયો ગેંગરેપ

સોમવારે બેંગ્લોરમાં એક કોલ સેન્ટરમાં કામ કરતી છોકરીને ઉપાડી જઇને ચાલતી બસે ચપ્પુ બતાવી ચાલતી બસમાં તેની પર ગેંગરેપ કરવામાં આવ્યો. જે બાદ ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ લઇ જવામાં આવી.

શીના બોરા મર્ડર કેસ: ઇન્દ્રાણીને આવ્યો હોશ

શીના બોરા મર્ડર કેસ: ઇન્દ્રાણીને આવ્યો હોશ

શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જીને આખરે હોશ આવી ગયો છે. મુંબઇની જે જે હોસ્પિટલના ડોક્ટરો હાલ તેની હાલત સ્થિર બતાવી છે. અને કહ્યું છે કે તે હવે ખતરાની બહાર છે. ત્યારે હવે થોડા દિવસ તેમને રજા આપવામાં આવશે.

મિર્ઝાપુરમાં મહિલાઓ કરી વ્રતની ઉજવણી

મિર્ઝાપુરમાં મહિલાઓ કરી વ્રતની ઉજવણી

મિર્ઝાપુરમાં મહિલાઓએ જીવિતપુત્રિકા વ્રતની ભારે ધૂમધામ સાથે ઉજવણી કરી. નોંધનીય છે કે પતિની લાંબી આયુ માટે મહિલાઓ આ વ્રત કરે છે.

અલ્હાબાદમાં યોજાઇ મહેંદી હરિફાઇ

અલ્હાબાદમાં યોજાઇ મહેંદી હરિફાઇ

અલ્હાબાદમાં મહેંદીની હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં અનેક યુવતીઓએ ભાગ લઇને તેમના હાથ પર મનમોહક મહેંદી લગાવી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X