For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નથી સુકાઇ રહ્યા ફિલ્મ જગતના આંસુ, સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ઓડિયા સિંગર મુરલી મહાપાત્રાનું નિધન

લોકપ્રિય ઓડિયા ગાયક મુરલી મહામાત્રાનું અવસાન થયું છે. ઓડિશાના કોરાપૂર જિલ્લામાં એક દુર્ગા પૂજા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર પરફોર્મ કરતા સમયે મુરલી મહાપાત્રા અચાનક ફસડાઇ પડ્યા હતા અને તેમનું નિધન થયું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 04 ઓકટોબર : લોકપ્રિય ઓડિયા ગાયક મુરલી મહામાત્રાનું અવસાન થયું છે. ઓડિશાના કોરાપૂર જિલ્લામાં એક દુર્ગા પૂજા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર પરફોર્મ કરતા સમયે મુરલી મહાપાત્રા અચાનક ફસડાઇ પડ્યા હતા અને તેમનું નિધન થયું હતું.

મુરલી મહાપાત્રા છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. દુર્ગા પૂજા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાર ગીત ગાઇને તેઓ ખુરશી પર બેસી ગયા હતા. જે બાદ તેમની બેહોશ થઇ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડોક્ટરે તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક આપ્યું છે.

હાર્ટ એટેકને કારણે થયું મોત

હાર્ટ એટેકને કારણે થયું મોત

મુરલી મહાપાત્રાના ભાઈ વિભૂતિ પ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું કે, રવિવારની મોડી રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. મીડિયાના અહેવાલો અનુસાર, ગાયક મુરલી મહાપાત્રા રાજનહર પૂજા મંડપમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યા હતા.

તેમણે બે ગીતો ગાયા બાદ, તેમને ખુરશી પર બેસી ગયા હતા અને અન્ય ગાયકોને સાંભળતા હતા, ત્યારે તેમને અચાનક ફસડાઇ પડ્યા હતા. મુરલીના મોતના સમાચાર મળતા જ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ઓડિયા મુખ્યમંત્રી નવીન પટનાયકે વ્યક્ત કર્યો શોક

ઓડિયા મુખ્યમંત્રી નવીન પટનાયકે વ્યક્ત કર્યો શોક

મુખ્યમંત્રી નવીન પટનાયકે મુરલી મહાપાત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નવીન પટનાયક દ્વારા ઓડિયામાં ટ્વીટ શેર કરીને લખ્યું હતું કે, લોકપ્રિય ગાયક મુરલી મહાપાત્રાના નિધન વિશે જાણીને દુઃખ થયું. તેમનો મધુર અવાજ શ્રોતાઓના હૃદયમાં હંમેશા જીવંત રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

કોણ હતા ઓડિયા સિંગર મુરલી મહાપાત્રા?

કોણ હતા ઓડિયા સિંગર મુરલી મહાપાત્રા?

મુરલી મહાપાત્રા જેપોરના અક્ષય મોહંતી તરીકે પણ જાણીતા હતા. મુરલી મહાપાત્રા સુપ્રસિદ્ધ ઓડિયા ગાયક, ગીતકાર અને સંગીતકાર અક્ષય મોહંતીની ગાવાની શૈલી માટે જાણીતા હતા. મુરલી સિંગિંગમાં નસીબ અજમાવતા પહેલા, જેપોર ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા.

મુરલી મહાપાત્રા એક સરકારી કર્મચારી છે, અને તેઓ વર્તમાન સમયમાં પણ જેપોર સબ-કલેક્ટરની ઓફિસમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ નવ મહિના બાદ નિવૃત્ત થવાના હતા.

English summary
Odia Singer Murli Mohapatra died duriung stage performance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X