For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં પૂરના કારણે હાલ બેહાલ, અત્યાર સુધી 12 લોકોના મોત

ઓરિસ્સામાં ચોમાસાનો વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા જિલ્લા ભીષણ પૂરની ચપેટમાં છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઓરિસ્સામાં ચોમાસાનો વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા જિલ્લા ભીષણ પૂરની ચપેટમાં છે અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે ઓરિસ્સાના અલગ અલગ વિસ્તારોમાં પૂરના કારણે વધુ 5 લોકોના મોત થઈ ગયા. રાજ્યમાં અત્યાર સુધી પૂરથી 12 લોકોના જીવ ગયા છે. વળી, બે લોકો 25 ઓગસ્ટથી ગુમ છે. પૂરથી બગડેલી સ્થિતિમાં રાહત અને બચાવ દળ પણ લોકોની મદદ માટે સતત લાગેલુ છે.

બરગઢ અને મયૂરભંગમાં બે લોકો ગૂમ

બરગઢ અને મયૂરભંગમાં બે લોકો ગૂમ

રાજ્યમાં પૂરની સ્થિતિની માહિતી આપતા સ્પેશિયલ રિલીફ કમિશ્નર પ્રદીપ કુમાર જેનાએ જણાવ્યુ કે શુક્રવારે ઓરિસ્સાના બરગઢ, નુઆપાડા, જાજપુર, બાલેશ્વર અને ભદ્રકમાં વધુ પાંચ લોકોના મોત થઈ ગયા. આ પહેલા રાજ્યના મયૂરભંજ, ક્યોંઝર અને સુંદરગઢ વિસ્તારોમાં સાત લોકોના જીવ પૂરના કારણે ગયા હતા. વળી, બરગઢ અને મયૂરભંજમાં બે લોકો ગુમ થઈ ગયા છે જેની તપાસમાં ટીમો લાગેલી છે.

નવજાત શિશુ સહિત છ લોકોને બચાવાયા

નવજાત શિશુ સહિત છ લોકોને બચાવાયા

પ્રદીપ કુમાર જેનાએ જણાવ્યુ કે અત્યાર સુધી લગભગ 7000 લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી કાઢીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકો પાસે ભોજનનો સામાન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. વળી, શુક્રવારે ફાયર સર્વિસની ટીમે જાજપુર જિલ્લાના એક ગામમાં એક નવજાત શિશુ સહિત છ લોકોને સુરક્ષિત બચાવીને બહાર કાઢ્યા. બ્રાહ્મણી અને ખારસ્ત્રોતા નદીઓમાં જળસ્તર વધ્યા બાદ આ ગામ પૂરમાં ડૂબેલુ છે.

આવતા 24 કલાકમાં ભારે વરસાદનુ એલર્ટ

આવતા 24 કલાકમાં ભારે વરસાદનુ એલર્ટ

આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આવતા 24 કલાકની અંદર છત્તીસગઢ અને પશ્ચિમી ઓરિસ્સામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ત્યારબાદ મહાનદીમાં પણ જળસ્તર વધવાથી પૂરનુ જોખમ પેદા થયુ છે. વરસાદના કારણે પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળના પણ ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે. શુક્રવારે પશ્ચિમ બંગાળમાં કોલકત્તા અને મિદનાપુર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ.

સુશાંતસિંહની બહેને લીક કરી ડ્રગ્ઝ ગ્રુપની ચેટ, પિઠાની બોલ્યો - SSRને ડૂબ મળી ગઈ?સુશાંતસિંહની બહેને લીક કરી ડ્રગ્ઝ ગ્રુપની ચેટ, પિઠાની બોલ્યો - SSRને ડૂબ મળી ગઈ?

English summary
Odisha: 12 People Died So Far Due To Floods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X