For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી

2019 ની લોકસભાની ચૂંટણીઓ સાથે, ઓરિસ્સામાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં મોટા રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરવામાં વ્યસ્ત છે.

|
Google Oneindia Gujarati News

2019 ની લોકસભાની ચૂંટણીઓ સાથે, ઓરિસ્સામાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં મોટા રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરવામાં વ્યસ્ત છે. આ જોડાણમાં, કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આમાં પક્ષે 31 વર્ષીય મૂર્તિકાર મુક્તીકાંત બિસ્વાલને ટિકિટ આપી છે. ઓડિશામાં રહેતા મુક્તિકાંત બિસ્વાલ તે સમયે હેડલાઇન્સમાં આવ્યા હતા જયારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના પ્રયાસમાં લગભગ 71 દિવસ સુધી પગપાળા મુસાફરી કરી હતી. માહિતી અનુસાર, આ સમય દરમિયાન બિસ્વાલ લગભગ 1500 કિલોમીટર પગપાળા મુસાફરી કરી હતી. તેમ છતાં તેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત ન થઇ હતી.

આ પણ વાંચો: કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે

મુક્તીકાંત બિસ્વાલને કોંગ્રેસે આપી ટિકિટ

મુક્તીકાંત બિસ્વાલને કોંગ્રેસે આપી ટિકિટ

મુક્તિકાંત બિસ્વાલ ગયા વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્વજ અને મોટા બેનર સાથે મળવા આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ વડા પ્રધાન મોદી સાથે મળશે અને રાઉરકેલાની જનરલ હોસ્પિટલને અપગ્રેડ કરવાના તેમને કરેલા વચનને યાદ અપાવશે. પરંતુ, બિસ્વાલ દિલ્હી પહોંચે તે પહેલાં, તે યુપીના આગ્રામાં હાઇવે પર બેભાન થઇ પડી ગયા. તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી બિસ્વાલ વડા પ્રધાન મોદીને મળવા રાજધાની દિલ્હી પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને મળવાનો પ્રયાસ અસફળ રહ્યો હતો.

1500 કિમી પગપાળા મુસાફરી કરીને પીએમ મોદીને મળવા આવ્યા હતા દિલ્હી

1500 કિમી પગપાળા મુસાફરી કરીને પીએમ મોદીને મળવા આવ્યા હતા દિલ્હી

ભલે મુક્તિકાંત બિસ્વાલની તે સમયે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત ન થઇ હોય, પરંતુ કોંગ્રેસ પક્ષે હવે તેમને ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે રાઉરકેલાથી વિધાનસભા માટે ઉમેદવાર બનાવ્યો છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસના લિસ્ટમાં બીજા ઘણા આશ્ચર્યજનક નામો છે.

પીએમ મોદી સાથે મુલાકાત ન થઇ શકી, ઓડિશા ચૂંટણીમાં લડશે ચૂંટણી

પીએમ મોદી સાથે મુલાકાત ન થઇ શકી, ઓડિશા ચૂંટણીમાં લડશે ચૂંટણી

આ ઉપરાંત, કોંગ્રેસ પક્ષે એક અન્ય માઓવાદી સાથે સંબંધના આરોપી સંગ્રામ મોહંતીને પણ ઉમેદવાર જાહેર કર્યો છે. પૂર્વ વિધાનસભાના 38 વર્ષીય કોંગ્રેસના ઉમેદવાર ભૂતપૂર્વ માઓવાદી વિચારધારક દંડાપાની મોહંતીનો પુત્ર છે. ભૂતપૂર્વ પીસીસી પ્રમુખ પ્રસાદ હરિચંદન અને તેમના સસરા સુરેશ રાઉતરાયને કોંગ્રેસ દ્વારા અનુક્રમે સત્યબાડી અને જટની વિધાનસભાની સીટથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અને ભાજપએ શુક્રવારે રાત્રે ઓડિશા વિધાનસભા માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા. જણાવી દઈએ કે ઓડિશામાં 21 લોકસભાની બેઠકો અને 147 વિધાનસભા બેઠકો પર ચૂંટણી ચાર તબક્કામાં પૂર્ણ થશે. 11, 18, 23, 29 એપ્રિલના રોજ ચાર તબક્કામાં મતદાન થશે.

English summary
Odisha Assembly Elections 2019: Man who walked 1500 km to meet PM Modi In Congress list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X