કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે

આખરે બધા જ વિવાદો પછી નક્કી થઇ ગયું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (જેએનયુ) ના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ક્યાંથી ચૂંટણી લડશે.

આખરે બધા જ વિવાદો પછી નક્કી થઇ ગયું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (જેએનયુ) ના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ક્યાંથી ચૂંટણી લડશે. રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીના સૂર્વરમ સુધારક રેડ્ડીએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે કન્હૈયા કુમાર સીપીઆઇ ટિકિટ પર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે. આ સીટ પર તેમની ટક્કર કેન્દ્રીય મંત્રી અને ભાજપા નેતા ગિરિરાજ સિંહ સાથે થશે. આપને જણાવી દઈએ કે ભાજપના નેતા ગિરિરાજ સિહને આ વખતે પાર્ટીએ નવાદા સીટને બદલે બેગુસરાય સીટ આપી છે.

Kanhaiya Kumar

એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કન્હૈયા કુમાર આ સીટ પર વામપંથીઓના સંયુક્ત ઉમેદવાર હશે, પરંતુ આ અંગે કોઈ પણ અધિકારીક નિવેદન આવ્યું નથી. જો આવું થયું તો કન્હૈયા કુમારની આ સીટ પર ગિરિરાજ રાજ સિંહ અને આરજેડીના સંભવિત નેતા તન્વીર હસન સાથે ટક્કર થશે.

આ પણ વાંચો: બિહારમાં રાહુલ ગાંધીઃ મોદી અને આરએસએસથી નથી ડરતો, માત્ર એક વસ્તુથી ડરુ છુ

આપને જણાવી દઈએ કે બિહાર ગઠબંધને શુક્રવારે સીટોની ઘોષણા કરી. બિહારની 40 લોકસભા સીટોમાં રાજદ 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે, જયારે કોંગ્રેસના ખાતામાં 9 સીટો આવી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) ને 5 સીટો, હિન્દુસ્તાની અવામ મોરચા અને વિકાસશીલ ઇન્શાન પાર્ટીને ત્રણ-ત્રણ સીટો આપવામાં આવી છે. ભકાપ (માલે) ને રાજદ કોટામાંથી એક સીટ આપવામાં આવી છે. ત્યારપછી બધાની નજર કન્હૈયા કુમાર પર હતી, જેના પરથી પણ હવે સસ્પેન્સ ઉઠી ગયું છે અને નક્કી થઇ ગયું છે કે તેઓ બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે.

બિહારમાં કુલ 40 લોકસભા સીટો માટે સાત તબક્કાઓમાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મેં, 12 મેં, અને 19 મેં દરમિયાન મતદાન થશે. વોટોની ગણતરી 23 મેં દરમિયાન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X