For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના વધતા કેસો વચ્ચે ઓરિસ્સા સરકારે પત્રકારોને ઘોષિત કર્યા 'ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ'

ઓરિસ્સા સરકારે પત્રકારોના પક્ષમાં એક મહત્વનો નિર્ણય લઈને તેમને ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ ઘોષિત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. કોરોના કાળમાં દેશ પ્રત્યે જવાબદારી નિભાવીને ઘણા લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ઘણા પત્રકારો પણ શામેલ છે. આંકડા અનુસાર અત્યાર સુધી 168 પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. એવામાં ઓરિસ્સા સરકારે પત્રકારોના પક્ષમાં એક મહત્વનો નિર્ણય લઈને તેમને ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ ઘોષિત કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકની ઑફિસ(સીએમઓ)એ આ માહિતી આપી છે.

naveen patnaik

સીએમએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે ઓરિસ્સાના મુખ્યમંત્રીએ રાજ્યના કામકાજી પત્રરાકોને ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ ઘોષિત કર્યા. તેમણે કહ્યુ કે પત્રકાર નિર્બાધ સમાચાર આપીને રાજ્ય માટે સારુ કામ કરી રહ્યા છે. કોરોના અને તેની સાથે જોડાયેલ મુદ્દાઓ પર લોકોને જાગૃત કરી રહ્યા છે અને કોરોના સામે લડાઈમાં પોતાનુ મહત્વનુ યોગદાન આપી રહ્યા છે.
આ ઉપરાંત સીએમઓએ કહ્યુ કે ફરજ દરમિયાન કોરોનાથી મરનાર પત્રકારોના પરિવારોને 15 લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવામાં આવી રહી છે. આનાથી રાજ્યના 6944 કામકાજી પત્રકારોને ફાયદો થશે.

TMC vs BJP in West Bengal: પશ્ચિમ બંગાળ રુઝાનોમાં ટીએમસી આગળTMC vs BJP in West Bengal: પશ્ચિમ બંગાળ રુઝાનોમાં ટીએમસી આગળ

સીએમઓએ આગળ કહ્યુ કે રાજ્યના 6944 કામકાજી પત્રકારોને ગોપબંધુ સંભાદિકા આરોગ્ય વીમા યોજના હેઠળ કવર કરવામાં આવ્યા છે અને તેમને 2-2 લાખ રૂપિયાનુ આરોગ્ય વીમા કવર મળી રહ્યુ છે. રાજ્યના આરોગ્ય વિભાગે રવિવારે જણાવ્યુ કે ઓરિસ્સામાં છેલ્લા 24 કલાકમાં 8015 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા જ્યારે આ દરમિયાન 5634 લોકો રિકવર થયા જ્યારે 14 લોકોના મોત થઈ ગયા.

English summary
Odisha government announces journalists as frontline covid warriors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X