For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સા સરકારે કોરોના કેર માટે મુખ્યમંત્રી રાહત કોષથી 472 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

Odisha: કોરોના કેર માટે મુખ્યમંત્રી રાહત કોષથી 472 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓરિસ્સા સરકારે પ્રદેશમાં ફેલાયેલ કોરોના સંકટ વચ્ચે કોરોના કેર માટે મુખ્યમંત્રી રાહત કોષે 472 કરોડ રૂપિયા આપ્યા. પ્રદેશ સરકારે માર્ચથી લઈ અત્યાર સુધી કોરોના સંકટથી નિપટવાા માટે કરવામાં આવી રહેલા સરકારી ખર્ચામાં કોઈ કસર નથી છોડી. સરકારે આના માટે મુખ્યમંત્રી રાહત કોષથી 472 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પ્રદેશની યોજના અને આવરણ મંત્રી પદ્મનાભ બેહરાએ સદનમાં પૂછાયેલા સવાલના જવાબમાં આ જાણકારી આપી છે.

naveen patnaik

સદનમાં એક લેખિત જવાબ આપતાં પદ્મનાભ બેહરાએ કહ્યું કે ઓરિસ્સા સરકારે કોરોનાથી નિપટવા માટે માર્ચથી લઈ અત્યાર સુધી 2000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કોવિડ મેનેજમેન્ટના ખર્ચમાં મુખ્યમંત્રી રાહત કોષ તરફતી 472 કરોડ રૂપિયા મળ્યા. જો કે તેમણે પોતાના જવાબમાં એકવારમાં જાણકારી નહોતી આપી કે માર્ચથી લઈ અત્યાર સુધી મુખ્યમંત્રી રાહત કોષમાં કેટલી રકમ હાંસલ થઈ. કોરોના મહામારીને દ્યાનમાં રાખી લોકોએ મુખ્યમંત્રી રાહત કોષમાં અગ્રેસર દાન કર્યું, પરંતુ તેમણે મુખ્યમંત્રી રાહત કોષમાં જમા થયેલી રકમની જાણકારી ના આપી.

મુખ્યમંત્રી રાહત કોષ તરફથી કોરોના કેર, કોરોના સેંટર, પોલીસ જવાનોને વેલફેર, શ્રમિકોના ટ્રેન ટિકિટના ખર્ચા, પ્રવાસી મજૂરોના ક્વોરેન્ટીન ઈંસેંટિવ, ઓરિસ્સા પ્રવાસી મજૂરોના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ, વગેરે પર ખર્ચ કરવામાં આવ્યા. સરકારી સૂત્રો મુજબ મુખ્યમંત્રી રાહત કોષથી ખર્ચ કરાયેલ 472 કરોડથી વધુ રકમ પ્રવાસી મજૂરોના ક્વોરેન્ટાઈન ઈંસેંટિવ તરીકે ખર્ચ કરવામાં આવ્યા. પ્રદેશ સરકારે લૉકડાઉનના શરૂઆતમાં પ્રવાસી મજૂરોને 2000 રૂપિયા ઈંસેંટિવ તરીકે આપવાની ઘોષણા કરી હતી. જ્યારે 160 કરોડ રૂપિયા પંચાયતી રાજ વિભાગ તરફથી પ્રવાસી મજૂરોના ઈંસેંટિવ તરીકે ખર્ચ કર્યા. જ્યારે 5.54 કરોડ રૂપિયા હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફતી ખર્ચ કરવામાં આવ્યા.

ઓરિસ્સા સરકારે અત્યાર સુધી 7 લાખ પ્રવાસી મજૂરોને ક્વોરેન્ટાઈન ઈંસેન્ટિવ તરીકે 135 કરોડ રૂપિયા આપ્યા. જ્યારે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 15 કરોડ રૂપિયા પોલીસજવાનોની પણ ભલાઈ માટે ખર્ચ કર્યા. જ્યારે 15 કરોડ રૂપિયા લૉકડાઉન દરમ્યાન સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખર્ચ કર્યા. જ્યારે 9 કરોડ પ્રવાસી શ્રમિકોની ટ્રેન ભાડા પર ખર્ચ કર્યા.

English summary
odisha government spent Rs 472 crore from the Chief Minister's Relief Fund for covid care
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X