For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્વૉરંટાઈનમાં રહેતા પ્રવાસીઓને કમ્યુનિટી હેલ્થ વર્કરનુ પ્રશિક્ષણ આપી રહી છે ઓરિસ્સા સરકાર

આરોગ્યકર્મીઓની ભારે ઉણપને પૂરી કરવા માટે ઓરિસ્સા સરકારે નવુ પગલુ ઉઠાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં દેશભરની હોસ્પિટલોમાં નર્સોની ભારે ઉણપનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્યકર્મીઓની ભારે ઉણપને પૂરી કરવા માટે ઓરિસ્સા સરકારે નવુ પગલુ ઉઠાવ્યુ છે. ઓરિસ્સાના સૌથી વધુ કોરોના પ્રભાવિત ગંજામ જિલ્લા પ્રશાસને બીજા રાજ્યોથી પાછા આવેલા હજારો પ્રવાસી શ્રમિકોને ક્વૉરંટાઈન સેન્ટરોમાં વિશેષ પ્રશિક્ષણ આપવાનુ શરૂ કર્યુ છે જેથી તેમને કોરોના વાયરસ સામે લડાઈને મજબૂત કરવા માટે સામુદાયિક આરોગ્ય કાર્યકર્તાઓમાં પરિવર્તિત કરવામાં આવી શકે.

naveen patnayak

ઓરિસ્સા સરકારના કોવિડ-19ના પ્રવકતા સુબ્રતો બાગચીએ કહ્યુ કે સોમવારે કહ્યુ કે રાજ્યના અન્ય જિલ્લાઓના ક્વૉરંટાઈન સેન્ટરોમાં પણ આ રીતના પ્રશિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. ગંજમ જિલ્લા કલેક્ટર વિજય અમૃતા કુલંગે જણાવ્યુ કે વિશેષ કોવિડ-19 ક્લાસ રોજ સવારે નાસ્તા બાદ સેન્ટરમાં રહેતા લોકો માટે આયોજિત કરવામાં આવે છે. પ્રવાસી વાયરસ વિશે શીખી રહ્યા છે, આના ફેલાવા અને સ્વચ્છતાના ઉપાયો પાછળના કારણ જે આ સંક્રમણને રોકી શકે છે. તે નિયમિત અંતરે સાબુથી હાથની સફાઈની ઉપયોગિતા, નિયમિત રીતે માસ્ક, સામાજિક ભેદની જરૂરિયાતનો અહેસાસ કરી રહ્યા છે.

3 મેથી રાજ્યમાં કોરોના સંક્રમણના 154થી વધુ કેસ ઓરિસ્સામાં જોવા મળ્યા છે. આ બધા પ્રવાસી શ્રમિક છે. બધાને ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોવિડ-19ના સામુદાયિક પ્રસારનુ હવે કોઈ ઉદાહરણ જોવા નથી મળ્યુ. પ્રવાસી સ્વસ્થ દિનચર્યાનુ પાલન કરવાનુ પણ શીખી રહ્યા છે જે પ્રતિરક્ષામાં સુધારા માટે જરૂર છે. રોજ સવારે તે શારીરિક વ્યાયામ અને યોગનો અભ્યાસ કરી રહ્યા છે. દિવસ દરમિયાન તે સામુદાયિક સેવામાં શામેલ હોય છે જેવા કે ક્વૉરંટાઈન કેન્દ્રોમાં પરિવર્તિત શિક્ષણ સંસ્થાઓના પરિસરમાં સફાઈ અને વૃક્ષારોપણ જેવા કાર્યોમાં ભાગ લઈ રહ્યા છે.

બીજા રાજ્યોથી ઓરિસ્સા પહોંચી રહેલા મજૂરોને ઓરિસ્સા સરકાર દ્વારા 21 દિવસોના ક્વૉરંટાઈનના સમયગાળામાંથી પસાર થવુ પડશે ત્યારબાદ 7 દિવસ સુધી તે ઘરોાં ક્વૉરંટાઈનમાં રહેશે. ઓરિસ્સામાં કોરોના વાયરસ(કોવિડ-19)ના 37 કેસ સામે આવવાના કારણે સંક્રમિતોની સંખ્યા વધીને 414 થઈ ગઈ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યુ કે જે 37 નવા લોકોમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે તેમાથી 29 લોકો ગંજમ જિલ્લાના છે જે હાલમાં સુરતથી પાછા આવ્યા છે. આ રીતે આ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 154 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ આજે રાતે 8 વાગે દેશના નામ પોતાનુ સંબોધન જારી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ પણ વાંચોઃ આજે રાતે 8 વાગે દેશના નામ પોતાનુ સંબોધન જારી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

English summary
odisha govt special trains migrants as community health workers to strengthen fight against coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X