For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાના તમામ 30 જિલ્લાઓમાં હશે કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ

ઓરિસ્સાના તમામ 30 જિલ્લાઓમાં હશે કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે, ભારતમાં કોરોના પોઝિટિવનનો આંકડો 17265ને પાર કરી ચૂક્યો છે. તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા નિવારક પગલાં ભરવામાં આવી રહ્યાં છે, ત્યારે ઓરિસ્સાએ દેશનું એવું પહેલું રાજ્ય બનવાની રેસ શરૂ કરી દીધી છે જ્યાંના તમામ 30 જિલ્લામાં 6000 બેડની વ્યવસ્થાવાળી કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ હોય. સોમવારે નવી 6 હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવે તેવી ઉમ્મીદ છે.

odisha

27 માર્ચે નવિન પટનાયકે ઓરિસ્સાની બે હોસ્પિટલ (કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ અને એસયૂએમ મેડિકલ કોલેજ) વચ્ચે MoU પર હસ્તાક્ષર કર્યા હતા જે મુજબ સંયુક્ત રીતે 1000 બેડની વ્યવસ્થા કરવાનું નક્કી કરાયું હતું. માત્ર 10 જ દિવસમાં હોસ્પિટલે 1000 બેડની વ્યવસ્થા ઉબી કરી દીધી હતી.

રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી નાબા કિશોર દાસને અપેક્ષા છે કે મહિનાના અંત સુધીમાં દરેક જિલ્લાને આવરી લે તેવી 36 કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરાશે. નોંધનીય છે કે રાજ્યમાં આવેલા દવાખાનાને જ કોવિડ-19 હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવ્યાં છે.

આ મહામારીને હરાવવા માટે નવિન પટનાયક સરકાર કોઈપણ કસર નથી છોડી રહી. રવિવારે ઓરિસ્સાના 10 જિલ્લામાંથી 61 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાના મોટાભાગના કેસ ખુરદા જિલ્લામાં નોંધાયા.

સોમવારે મુખ્યમંત્રી નવિન પટનાયક અંગુલ, બારગઢ, જગતસિંગપુર, નબરંગપુર અને સુંદરગઢમાં ઓપરેશનલ છ ફેસિલિટી ડિક્લેર કરે તેવી અપેક્ષા છે. જેના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રભધાન અને દાસે પણ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી નાબા કિશોર દાસ ઈકોનોમિક્સ ટાઈમ્સને જણાવ્યા મુજબ "હાલ 20 જેટલાં કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે અને આવતી કાલે નવા 5 હોસ્પિટલ તૈયાર થઈ જશે. આ મહિનાના અંત સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ કાર્યરત હશે. દરેક જિલ્લામાં 10-20 વેન્ટિલેટર્સ અને ઓક્સીઝન સપ્લાય હશે."

ઓરિસ્સા માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે અસરકારક પગલાં લઈ રહ્યુ છેઃ નવીન પટનાયકઓરિસ્સા માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે અસરકારક પગલાં લઈ રહ્યુ છેઃ નવીન પટનાયક

English summary
odisha to have covid-19 hospital in each district with combined bed strength of 6000
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X