Odisha Train Accident: કોરોમંડલ ટ્રેન દુર્ઘટના, સરકારે જારી કર્યો હેલ્પલાઇન નંબર, અત્યારસુધીના અપડેટ્સ
ઓડિશાના બાલાસોર પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બહાનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત થયો છે. ટ્રેન કોલકાતા પાસેના શાલીમાર સ્ટેશનથી તમિલનાડુના ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન જઈ રહી હતી. શુક્રવારે સાંજે માલસામાન ટ્રેન સાથે કોરોમંડલ એક્સપ્રેસની ટક્કરથી આ અકસ્માત થયો હતો.

ઓડિશાના બહાનાગા સ્ટેશન નજીક આ ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે અને લગભગ 50 લોકોના મોત થયાની જાણકારી મળી છે.
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાના જણાવ્યા અનુસાર, ઘણા ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે.
સીએમ પટનાયકે કહ્યું છે કે, 'મેં ખૂબ જ દુ:ખદ રેલવે દુર્ઘટના પછીની સ્થિતિની સમીક્ષા કરી છે. હું કાલે સવારે સ્થળ પર જઈશ. ,
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના: શું છે અત્યાર સુઘીના અપડેટ્સ
- આ અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7.20 વાગ્યે બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન નજીક બાલાસોર અને ભદ્રક વચ્ચે થયો હતો.
- કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીકના શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન તરફ જઈ રહી હતી.
- ઘણી રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NDRFની ત્રણ ટીમો પણ રાહત કાર્યમાં ભાગ લેવા ગઈ છે.
- અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત રાહત ટ્રેન પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
- ઓડિશા સરકારે બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સને પણ નિર્દેશ આપ્યો છે.
- બચાવકાર્યમાં 60 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
- બાલાસોર રેન્જના જિલ્લા મેજિસ્ટ્રેટ, એસપી અને આઈજી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
- ઘાયલોની સારવાર માટે કટક અને બાલાસોર ખાતેની બે મેડિકલ કોલેજોને પણ તૈયાર રાખવામાં આવી છે.
- ઓડિશા સરકારે એક કંટ્રોલ રૂમ બનાવી છે, જેનો નંબર છે- 06742534177
- સીએમ નવીન પટનાયકે ટ્રેન દુર્ઘટના બાદ સ્થિતિની સમીક્ષા કરી છે. તેઓ શનિવારે સવારે સ્થળની મુલાકાત લેશે.
Odisha train accident | I have just reviewed the situation about this truly tragic railway accident. I will be visiting the spot tomorrow morning: Odisha CM Naveen Patnaik pic.twitter.com/ig5fHOXsKH
— ANI (@ANI) June 2, 2023
#WATCH | Odisha Chief Secretary Pradeep Jena on Coromandel Express train accident in Balasore district.
— ANI (@ANI) June 2, 2023
(Video: Chief Secretary's office) pic.twitter.com/9HlqaNtfkZ












Click it and Unblock the Notifications
