For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાંથી સિંહ લાવવામાં આવતા વિધ્નો દૂર કરે અધિકારીઓ: શિવરાજ સિંહ ચૌહાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lion
ભોપાલ, 9 જુલાઇ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વન વિભાગના અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે તે રાજ્યના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો-પાલપુર અભ્યારણમાં ગુજરાતમાંથી સિંહ લાવવાની પ્રક્રિયામાં આવનાર બધા વિઘ્નોને દૂર કરે, જેથી મધ્યપ્રદેશમાં સિંહના વસવાટનું કામ જલદી શરૂ થઇ શકે.

એક આધિકારીક જાહેરાત અનુસાર મધ્યપ્રદેશ રાજ્ય વન્ય-પ્રાણી બોર્ડની અગિયારમી બેઠકને ગઇકાલે અહીં સંબોધિત કરતાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું 'કુનો-પાલપુર અભ્યારણમાં ગુજરાતમાંથી સિંહ લાવવાની પ્રક્રિયામાં આવનાર બધા વિઘ્નો સંબંધિત અધિકારી દૂર કરે, જેથી પ્રદેશમાં સિંહોના વસવાટનું કામ જલદી શરૂ થઇ શકે.'

અત્રે ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષથી વધુ સમયથી મધ્યપ્રદેશ એમ કહીને એશિયાઇ સિંહોને ગુજરાતથી લાવીને કુનો-પાલપુર અભ્યારણમાં વસવાટની માંગ કરી રહ્યું છે કે ખતરમાં પડેલી આ પ્રજાતિને વસવાટ માટે અહીં સારું અને અનૂકૂળ વાતાવરણ છે, જ્યારે ગુજરાત એમ કહીને તેનો વિરોધ કરી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સિંહ સુરક્ષિત રહેશે નહી કારણ કે મધ્યપ્રદેશ પન્ના ટાઇગર રિજર્વમાં વાધોનું સંરક્ષણ કરવામાં અસફળ રહ્યું હતું.

શિવરાજ સિંહ ચૌહાણ આ અવસર પર ગિદ્ધ, સાબર અને સોન ચકલીને બચાવવા માટે વિશેષ પ્રયત્ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રીએ કાન્હા તથા સતપુડા વાધ અભ્યારણને 'ઇન્ડિયા બાયો-ડાયવર્સિટી એવોર્ડ' મળતાં વન વિભાગ તથા સંબંધિત સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે પન્ના નેશનલ પાર્કમાં વાધોની સંખ્યા વધારવાના પ્રયત્નને દેશ અને વિદેશ માટે અનોખું ઉદાહરણ ગણાવતાં વન વિભાગ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલ સ્ટાફના વખાણ પણ કર્યા હતા.

English summary
Madhya Pradesh, Gujarat, have intensified efforts to bring the lion. Chief Minister Shivraj Singh Chouhan involved in bringing these lions are instructed to remove all obstacles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X