For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર પર આ ફોટો શેર કરીને ઉમર અબ્દુલ્લ, મહેબુબા મુફ્તીએ પીએમ પર કર્યો કટાક્ષ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે તેના પર હવે બંને પાર્ટીના નેતાઓએ પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે તેના પર હવે બંને પાર્ટીના નેતાઓએ પલટવાર કર્યો છે. એનસીના નેતા ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. ટ્વિટરના માધ્યમથી બંને નેતાઓએ પીએમ મોદીનો ફોટો શેર કરીને કટાક્ષ કર્યો અને કહ્યુ કે જે આજે આ લોકોથી જમ્મુ કાશ્મીરને મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છે તે પહેલા પોતે જ એમના ગળે મળી ચૂક્યા છે.

મોદીજીનો વધુ એક જુમલો

મોદીજીનો વધુ એક જુમલો

ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યુ કે પીએમ કહે છે કે આપણે જમ્મુ કાશ્મીરમાં બે પરિવારોથી મુક્તિ જોઈએ પરંતુ પીએમ મોદી પોતે 2014માં આ પાર્ટીઓ પાસે ગયા. તે સમયે પીએમ મોદી મુફ્તી સાહેબ પાસે ગયા પરંતુ 2019માં કહે છે કે આ પરિવારથી આપણને મુક્તિ જોઈએ, આ વધુ એક જુમલો મોદીજીનો. ઉમરે આ ટ્વીટ પીએમ મોદીની કઠુઆમાં રેલી બાદ કર્યુ છે. તમને જણાવી દઈએ કે 2014માં ભાજપે પીડીપી સાથે મળીને રાજ્યમાં સરકારની રચના કરી હતી.

ઉમરે શેર કર્યો ફોટો

ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદી અને મહેબુબા મુફ્તીના પિતા મોહમ્મદ સઈદનો ફોટો શેર કર્યો છે. જેમાં બંને એકબીજાને ગળે મળતા જોવા મળી શકે છે. અબ્દુલ્લાએ લખ્યુ છે કે જુઓ મોદીજી જે કહે છે તેમાં કેટલો વિશ્વાસ કરે છે, જુઓ પીડીપી સાથે ગઠબંધ કરીને તેઓ કેટલા ખુશ છે અને આજે એ જ પરિવારથી જમ્મુ કાશ્મીરને આઝાદી અપાવવા ઈચ્છે છે. વળી, ઉમર અબ્દુલ્લા બાદ મહેબુબા મુફ્તીએ પણ એક ફોટો શેર કર્યો છે જેમાં પીએમ મોદી ઉમર અબ્દુલ્લાને ફૂલોનું બુકે આપી રહ્યા છે.

પીએમે કર્યો હતો હુમલો

તમને જણાવી દઈએ કે એક રેલી દરમિયાન પીએમે કહ્યુ કે તમે એનસી અને પીડીપી પરિવારના શાસન સામે દિવાલની જેમ ઉભા થઈ જાવ. અબ્દુલ્લા અને મુફ્તી પરિવારે ત્રણ પેઢીઓની જિંદગી ખરાબ કરી દીધી છે. આ લોકોના ગયા બાદ જ રાજ્યનું સારુ ભવિષ્ય સંભવ છે. આ લોકો પોતાના આખા પરિવારને ચૂંટણી મેદાનમાં લાવી શકે છે, તે મોદીને ગમે તેટલી ગાળો આપી શકે છે પરંતુ તે લોકોમાં ભાગલા નહિ પાડી શકે.

370ના બલે સત્તા કેમ પસંદ કરી

370ના બલે સત્તા કેમ પસંદ કરી

મહેબુબા મુફ્તીએ ઉમર અબ્દુલ્લાના ટ્વીટનું સમર્થન કરતા કહ્યુ કે છેવટે પીએમ ચૂંટણી પહેલા રાજકીય પરિવાર પર નિશાન કેમ સાધે છે પરંતુ ચૂંટણી બાદ પોતાના સાથીઓને ગઠબંધન માટે અમારી પાસે મોકલે છે. એનસી સાથે 99માં પીડીપી સાથે 2015માં. છેવટે આ લોકો અનુચ્છેદ 370ના બદલે સત્તાને કેમ પસંદ કરે છે. ભાજપ દેશના ભાગલા પાડવા ઈચ્છે છે, મુસલમનને મુસલમાનથી લઘુમતીઓથી લડાવવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ નિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ હવે ફેન્સ સાથે શેર કર્યા આ Good News...આ પણ વાંચોઃ નિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ હવે ફેન્સ સાથે શેર કર્યા આ Good News...

English summary
Omar Abdullah and Mehbooba Mufti hits on PM Modi shares pic to take a dig.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X