Omar Abdullah Oath : કાશ્મીરની નવી સરકારમાં કેમ સામેલ ન થઈ કોંગ્રેસ? જાણો કોઈ મોટો વિવાદ થયો કે કેમ?
Omar Abdullah Oath : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને બીજેપીને હરાવનારા ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે કાશ્મીરમાં સરકાર બનાવી છે. જો કે આ સરકારમાં કોંગ્રેસ સામેલ થઈ નથી.
ઈન્ડિયા એલાયન્સના ભાગરૂપે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી લડી હતી. હવે સરકારમાં કોંગ્રેસની ગેરહાજરીએ ઘણા સવાલ ઉભા કર્યા છે.

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો અને તેમાં ઘણા મોટા નેતા પહોંચ્યા.
સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ હાજરી આપી.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં ગઠબંધન છતાં કોંગ્રેસે હવે ઓમર અબ્દુલ્લા સરકારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ સરકારને બહારથી સમર્થન આપશે. હવે આ નિર્ણય બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું કે પછી કોઈ અન્ય કારણ છે.
જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે 90 માંથી 48 બેઠકો કબજે કરી છે.
નેશનલ કોન્ફરન્સે ગઠબંધન પર પ્રભુત્વ જમાવ્યું અને 42 બેઠકો કબજે કરી, જ્યારે કોંગ્રેસ પાર્ટી માત્ર 6 બેઠકો જીતી શકી. જ્યારે ભાજપ 29 બેઠકો જીતવામાં સફળ રહ્યું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
