For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનના ડર વચ્ચે તેલંગાનામાં એક જ ઈન્સ્ટીટ્યુટના 43 છાત્રો કોરોના સંક્રમિત

દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉને દુનિયાભરમાં દહેશત મચાવેલી છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાનાઃ દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉને દુનિયાભરમાં દહેશત મચાવેલી છે. ભારતમાં અત્યાર સુધી આ નવા વેરિઅંટના 21 કેસ સામે આવી ચૂક્યા છે. ઓમિક્રૉનના જોખમને જોતા ઘણી રાજ્ય સરકારોએ પ્રતિબંધો કડક કરી દીધા છે. આ દરમિયાન તેલંગાનામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક જ ઈન્સ્ટીટ્યુટમાં 43 છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. બનાવ તેલંગામામાં કરીમનગર જિલ્લાના બોમ્મકલ વિસ્તાર સ્થિત ચલમેડા આનંદરાવ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સનો છે.

cporonavirus

43 છાત્રોના કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બધા ક્લાસ બંધ કરીને કૉલેજ કેમ્પસને બંધ કરી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા જ કૉલેજમાં વાર્ષિકોત્સવ મનાવવામાં આવ્યો હતો અને માનવામાં આવી રહ્યુ છે કે આટલી મોટી સંખ્યામાં છાત્રો વચ્ચે કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવાનુ કારણ આ સમારંભ હોઈ શકે છે. કરીમ નગર જિલ્લાના ચિકિત્સા તેમજ આરોગ્ય અધિકારી ડૉ. જુવેરિયાએ જણાવ્યુ કે કૉલેજ મેનેજમેન્ટે આટલા મોટા સમારંભ અને તેમાં છાત્રોને મોટી સંખ્યામાં શામેલ થવાને લઈને કોઈ સૂચના આપી નહોતી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે સમારંભ દરમિયાન ઘણા છાત્રોએ માસ્ક પહેર્યા નહોતા.

'જાન્યુઆરી મધ્ય સુધી આવી શકે છે કોરોનાના વધુ કેસ'

ડૉ. જુવેરિયાએ જણાવ્યુ, 'કૉલેજ કેમ્પસમાં અત્યાર સુધી 200 લોકોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. સોમવારે કેમ્પસના બધા 1000 લોકોની કોરોના તપાસ માટે વિશેષ કેમ્પ લગાવવામાં આવશે. સાથે જ કૉલેજ પરિસરને સેનિટાઈઝ પણ કરવામાં આવી રહ્યુ છે.' વળી, તેલંગાનાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. શ્રીનિવાસે જણાવ્યુ કે કોરોના વાયરસનો ઓમિક્રૉન વેરિઅંટ ડેલ્ટાની સરખામણીમાં 6 ગણો વધુ ઝડપથી ફેલાય છે માટે સંભાવના છે કે જાન્યુઆરી મધ્ય સુધી સંક્રમણના વધુ કેસ સામે આવી શકે છે જે ફેબ્રઆરીમાં પોતાની પીક પર હશે. આ ઉપરાંત હાલમાં જ વિદેશથી હૈદરાબાદ આવેલા જે 13 લોકોનો કોરોના વાયરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો તેમના સેમ્પલ્સના જીનોમ સિક્વંસીંગનો રિપોર્ટ પણ આજે આવી શકે છે.

English summary
Omicron: 43 Students Of Chalmeda AnandRao Institute of Telangana tested positive for coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X