For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron: વિદેશથી આવી રહેલ મુસાફરોનો હવે નવા નિયમો હેઠળ કોરોના ટેસ્ટ, 6 વાયરસથી મળ્યા સંક્રમિત

કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉન (Omicron)ના કેસ મળતા દેશોમાંથી ભારત આવી રહેલ મુસાફરોમાંથી 6 લોકો સંક્રમિત મળી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉન (Omicron)ના કેસ મળતા દેશોમાંથી ભારત આવી રહેલ મુસાફરોમાંથી 6 લોકો સંક્રમિત મળી ચૂક્યા છે. આનાથી ભારત પણ જોખમમાં ફસાતુ જોવા મળી રહ્યુ છે. વિદેશની ફ્લાઈટ્સથી દિલ્લી પહોંચેલા 3000થી વધુ મુસાફરોનુ સ્ક્રીનિંગ થયુ છે જેમાંથી કમસે કમ 6 વ્યક્તિઓમાં કોરોના સંક્રમણની પુષ્ટ થઈ છે. હવે મુસાફરોના કોરોના પૉઝિટીવ હોવાના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં એ શોધવામાં આવશે કે તેમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ સંક્રમણ તો નથી.

વિદેશથી આવેલા 3476 મુસાફરોમાં ઘણા સંક્રમિત મળ્યા

વિદેશથી આવેલા 3476 મુસાફરોમાં ઘણા સંક્રમિત મળ્યા

દેશના વિવિધ એરપોર્ટ પર ઓમિક્રૉનનુ જોખમ ધરાવતા દેશોમાંથી આજે રાતે 4 વાગ્યા વચ્ચે કુલ 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ 3476 મુસાફરોને લઈને લેન્ડ થઈ. જ્યાં બધા 3476 મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 6 મુસાફરો કોવિડ-19 પૉઝિટીવ જોવા મળ્યા. પીટીઆઈના એક રિપોર્ટ મુજબ બુધવારની સવારે નેધરલેન્ડ અને યુકેથી દિલ્લી પહોંચેલા 4 લોકોમાં કોવિડ-19 માટે ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં તે વાયરસથી સંક્રમિત મળ્યા. તેમના નમૂના જીનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે જેથી એ જાણી શકાય કે તેના પર વાયરસના નવા સંસ્કરણ ઓમાઈક્રૉનની અસર તો નથી.

ઈંદોરમાં વિદેશથી આવેલ લોકોની તપાસ કરવામાં આવી રહી

ઈંદોરમાં વિદેશથી આવેલ લોકોની તપાસ કરવામાં આવી રહી

તમને જણાવી દઈએ કે દિલ્લી એરપોર્ટ પર કોરોના પૉઝિટીવ નીકળેલા ચારે ભારતીય નાગરિતક છે અને એલએનજેપી હોસ્પિટલમાં ભરતી છે. એક મેડિકલ ઑફિસરે જણાવ્યુ કે કોવિડ-19 પૉઝિટીવ યાત્રીઓના નમૂના સંપૂર્ણ જીનોમિક અનુક્રમણ માટે INSACOG પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા છે. સરકારે કહ્યુ છે કે તે સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. આ તરફ ઈંદોર આરોગ્ય વિભાગ ઓમિક્રૉનના ડર વચ્ચે વિદેશથી આવેલા 100 લોકોની તપાસ ચાલી રહી છે. આ વિશે જણાવતા ઈંદોરના એક અધિકારીએ કહ્યુ કે ઈંદોરમાં આરોગ્ય વિભાગ છેલ્લા એક મહિનામાં વિદેશથી આવેલા 100 લોકોની તપાસ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ, 'અત્યાર સુધી અમે છેલ્લા એક મહિનામાં વિદેશથી ઈંદોર આવેલા લગભગ 150 લોકોમાંથી 50 લોકો વિશે શોધ્યુ છે. 50 લોકોના નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યુ અને તેમાંથી કોઈ પણ કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યુ નથી. હવે બાકી 100 લોકોની તપાસ ચાલુ છે તેઝી તેમના નમૂના પણ એકઠા કરી શકાય અને તેમનુ પરીક્ષણ કરવામાં આવી શકે.'

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટવાળા મુસાફરો માટે એડવાઈજરી જાહેર

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટવાળા મુસાફરો માટે એડવાઈજરી જાહેર

રવિવારે, કેન્દ્રએ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા જે 1 ડિસેમ્બરથી લાગુ થયા. આ નવા નિયમોને કોવિડના નવા વેરિઅંટ સામે લડવા માટે લાગુ કરવામાં આવ્યા. જેમાં ડબ્લ્યુએચઓ દ્વારા બતાવવામાં આવેલ વાતોનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ તરફ કેન્દ્ર સરકારની એડવાઈઝરી ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે પોતાના સ્તરે પણ જોખમવાળા દેશોમાંથી મુંબઈ આવતા આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે 7 દિવસનુ ક્વૉરંટાઈન અનિવાર્ય કરી દીધુ છે. આ ઉપરાંત તેમના 2 આરટી-પીસીઆર પરીક્ષણ, 7 દિવસમાં વધુ 4 કરવામાં આવશે. જો કોઈ સંક્રમિત જોવા મળે તો તે યાત્રીને હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્રે મુંબઈથી આવતા મુસાફરો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા

મહારાષ્ટ્રે મુંબઈથી આવતા મુસાફરો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા

મહારાષ્ટ્રની અંદર એક એરપોર્ટથી બીજા એરપોર્ટ માટે ઉડાન ભરતા લોકોએ સંપૂર્ણ વેક્સીનેટેડ હોવુ જરૂરી છે. કાલે જણાવવામાં આવ્યુ કે તેમના આગમનની પહેલા 48 કલાકની અંદર કરવામાં આવેલ આરટી-પીસીઆર પરીક્ષણ માટે એક નેગેટીવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી ઉડાન ભરતા મુસાફરોના આગમનના 48 કલાકની અંદર અનિવાર્ય રીતે આરટી-પીસીઆર પરીક્ષણનો નકારાત્મક રિપોર્ટ લઈ જવાની જરૂર પડશે.

7 દિવસ માટે હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે

7 દિવસ માટે હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે

આ રીતે કર્ણાટક સરકારે બધી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ-19 માટે આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. કોવિડ-19થી સંક્રમિત મળતા લોકોને ઈલાજ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવશે. વળી, નેગેટીવ રિપોર્ટવાળાને પણ 7 દિવસ માટે હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.

English summary
Omicron: Six travellers found infected with corona virus on Day-1 of new rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X