For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ ચૂંટણીના પરિણામો પર અમરિંદર સિંહે કહ્યું - શું હું તમને પંડિત લાગૂ છું?

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને 'પંજાબ લોક કોંગ્રેસ'ના વડા કેપ્ટન અમરિંદર સિંહ સોમવારના રોજ દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમણે અમિત શાહ સાથેની બેઠકને સામાન્ય બેઠક ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 07 માર્ચ : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને 'પંજાબ લોક કોંગ્રેસ'ના વડા કેપ્ટન અમરિંદર સિંહ સોમવારના રોજ દિલ્હી પહોંચ્યા છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેમણે અમિત શાહ સાથેની બેઠકને સામાન્ય બેઠક ગણાવી છે. આવા સમયે તેમણે પંજાબ ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, તે કોઈ આગાહી કરશે નહીં.

મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે : કેપ્ટન અમરિન્દર સિંહ

મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે : કેપ્ટન અમરિન્દર સિંહ

દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા બાદ જ્યારે કેપ્ટન અમરિન્દર સિંહને પંજાબ ચૂંટણીમાં તેમના ગઠબંધનની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું એવોપંડિત નથી કે, જે ચૂંટણીની આગાહી કરી શકે. જ્યાં સુધી ચૂંટણી લડવાની વાત છે, તો હું કહી શકું છું કે મારી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. અમારા સહયોગી ભાજપે પણસારી લડત આપી છે. હવે પરિણામના દિવસે જ ખબર પડશે કે શું થાય છે.

પંજાબના વિષયો પર ચર્ચા કરવામાં આવી

પંજાબના વિષયો પર ચર્ચા કરવામાં આવી

અમરિન્દર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહ સાથેની તેમની મુલાકાતને રાજકીય મીટિંગ ન ગણવી જોઈએ. બેઠકમાં તેમની સાથે ચૂંટણી નહીં પણસામાન્ય ચર્ચા થઈ હતી.

ખાસ કરીને પંજાબના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પંજાબની ચૂંટણીના પરિણામ હજૂ આવ્યા નથી, પરિણામ ક્યારે આવશે, ત્યારબાદ આ વિષય પર પણ વિસ્તૃત ચર્ચા થશે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીના રોજ થયું હતું મતદાન

પંજાબમાં 20 ફેબ્રુઆરીના રોજ થયું હતું મતદાન

પંજાબ વિધાનસભાની 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં રાજ્યમાં 68 ટકા મતદાન નોંધાયું છે. 10 માર્ચે મતગણતરી થશે અને પરિણામજાહેર થશે.

2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને અમરિંદર સિંહ મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણીના થોડા મહિના પહેલા અમરિંદર સિંહનેકોંગ્રેસના સીએમ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ભાજપ સાથે ગઠબંધન કરીને પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી.

English summary
On the results of Punjab election 2022, Amarinder Singh said - I apply to you Pandit?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X