For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા

મોદી કેબિનેટમાં આ વખતે માત્ર 6 મહિલાઓને મંત્રી બનાવવામાં આવી છે જેમાંથી ત્રણ મહિલાઓને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મોદી કેબિનેટમાં આ વખતે માત્ર 6 મહિલાઓને મંત્રી બનાવવામાં આવી છે જેમાંથી ત્રણ મહિલાઓને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમના નામ સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને હરસિમરત કૌર જ્યારે સાધ્વી નિરંજન જ્યોતિ, રેણુકા સિંહ સારુતા અને દેબાશ્રી ચૌધરીને રાજ્યમંત્રીનું પદ આપવામાં આવ્યુ છે. ગઈ વખતે મોદી સરકારમાં 10 મહિલાઓને મંત્રી બનાવવામાં આવી હતી. એ હિસાબે આ વખતે મહિલાઓના મંત્રી બનાવવાની સંખ્યા ઓછી થઈ છે.

આ પણ વાંચોઃ આમંત્રણ છતાં પીએમ મોદીના શપથ ગ્રહણમાં ન ગયા શરદ પવાર, આ વાતથી હતા નારાજઆ પણ વાંચોઃ આમંત્રણ છતાં પીએમ મોદીના શપથ ગ્રહણમાં ન ગયા શરદ પવાર, આ વાતથી હતા નારાજ

મોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ

મોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ

આ વખતે લોકસભામાં મહિલાઓએ બંપર બાજી મારી છે. આ વખતે 78 મહિલાઓ લોકસભામાં જીતીને પહોંચી છે જેમાંથી 40 મહિલાઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જીતીને આવી છે. આ વખતે સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, અનુપ્રિયા પટેલ, મેનકા ગાંધી અને નજમા હેપતુલ્લાને મંત્રીમંડળનો હિસ્સો બનાવવામાં આવ્યા છે. સુષ્મા સ્વરાજે આરોગ્ય કારણોથી મંત્રીમંડળમાં ન હોવાની વાત કહી છે જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન ઉમા ભારતીએ ચૂંટણી ન લડવાનું એલાન કર્યુ હતુ.

મેનકા ગાંધીની ભૂમિકા વિશે સસ્પેન્સ યથાવત

મેનકા ગાંધીની ભૂમિકા વિશે સસ્પેન્સ યથાવત

જ્યારે મેનકા ગાંધીની ભૂમિકા વિશે સસ્પેન્સ યથાવત છે. સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને હરસિમરત કૌર ગઈ સરકારમાં પણ મંત્રી રહ્યા છે. 24 કેબિનેટ, 9 સ્વતંત્ર હવાલો, 24 રાજ્યમંત્રી શામેલ છે. અકાલી દળ, શિવસેના, લોજપા ઉપરાંત અન્ય સહયોગીઓને 1-1 મંત્રી પદ આપ્યુ છે. આના કારણે જેડીયુ નારાજ થઈ ગઈ છે તેણે સરકારમાં શામેલ ન થવાનો નિર્ણય કર્યો.

મંત્રીઓના કામની વહેંચણી આજે થવાની છે

મંત્રીઓના કામની વહેંચણી આજે થવાની છે

મંત્રીઓના કામની વહેંચણી આજે થવાની છે. અમિત શાહ પહેલી વાર મોદી સરકારનો હિસ્સો બન્યા છે. એવામાં દરેકની નજર છે કે તેમને શું જવાબદારી મળી છે. તો સુષ્મા સ્વરાજ આ વખતે સરકારનો હિસ્સો નથી એટલા માટે વિદેશ મંત્રી કોણ બને છે એ પણ જોવાનુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC દેશોના પ્રમુખો સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. ત્યારબાદ આજે સાંજે મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક પણ થશે.

English summary
Smriti Irani, Nirmala Sitharaman and Harsimrat Kaur Badal will be only three female cabinet ministers in Modi government's second stint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X