For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘેરાયો પુલવામાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ? 10 કલાકથી ચાલી રહ્યું છે અન્કાઉન્ટર

ઘેરાયો પુલવામાનો માસ્ટરમાઈન્ડ? ચાલી રહ્યું છે અન્કાઉન્ટર

|
Google Oneindia Gujarati News

દેશ હજુ 49 જવાનો શહીદ થયાનો ગમ મનાવી રહ્યો હતો કે સોમવારે સવારે જ વધુ એક સમાચાર આવ્યા. જમ્મૂ-કાશ્મીના પુલવામામાં આતંકીઓ વિરુદ્ધ મુઠભેડ લડી હેલ સુરક્ષાબળોના ચાર જવાન શહીદ થઈ ગયા. પુલવામા જિલ્લાના પિંગલિનામાં સુરક્ષાબળોએ મોડી રાત્રે ઓપરેશન ચલાવ્યું, જેનો ઉદ્દેશ્ય હતો ગાઝી રાશિદને પકડવાનો. જ્યારે ગાઝી જેણે પુલવામા આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

કેવી રીતે થયું ઓપરેશન

કેવી રીતે થયું ઓપરેશન

જણાવી દઈએ કે પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ જ સુરક્ષાબળોએ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરી દીધું છે. આ કડીમાં જ રવિવારે મોડી રાત્રે 12 વાગ્યે પુલવામાના પિંગલિનામાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાના અહેવાલ મળ્યા છે. સમાચાર હતા કે અહીં જૈશ-એ-મોહમ્મદના 3-4 આતંકી છૂપાયા છે અને તેમાં ગાઝી રાશિદ પણ સામેલ છે.

ઘેરાયો પુલવામાનો માસ્ટરમાઈન્ડ

ઘેરાયો પુલવામાનો માસ્ટરમાઈન્ડ

સુરક્ષાબળોએ આ વિસ્તારને ચારો તરફથી ઘેર્યો અને મોડી રાત્રે સાઢા 12 વાગ્યે ઓપરેશન શરૂ થઈ ગયું. આ ઓપરેશનને 55RR, CRPF અને SOGના જવાનોએ મળીને ચલાવ્યું. આતંકીઓની સાથે અથડામણમાં આપણા 4 જવાન શહીદ થઈ ગયા. જેમાં મેજર ડીએસ ડોંડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, કોન્સ્ટેબલ અજય કુમાર અને હરી સિંહ સામેલ છે. એક જવાન ઘાયલ થયા છે જેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

કોણ છે ગાઝી રાશિદ?

કોણ છે ગાઝી રાશિદ?

જણાવી દઈએ કે જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરે પોતાના ભત્રીજા દ્વારા ઘાટીમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. પરંતુ પાછલા વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમિયાન સુરક્ષાબળોએ તેને ઠાર માર્યો હતો. જે બાદથી જ મસૂદ અઝહરે કાશ્મીની જવાબદારી પોતાના ટૉપ કમાન્ડર અને આઈઈડી એક્સપર્ટ ગાઝી રાશિદને આપી હતી.

આવી રીતે આતંક ફેલાવ્યો

આવી રીતે આતંક ફેલાવ્યો

એવું માનવામાં આવી રહ્યું છે કે ગાઝી પોતાના 2 સહયોગીઓ સાથે ડિસેમ્બમાં ભારતમાં ઘૂસ્યો અને દક્ષિણ કાશ્મીરમાં છૂપાયો હતો. જણાવી દઈએ કે ગાઝીને મૌલાના મસૂદ અઝહર વિશ્વાસુ અને નજીકનો માનવામાં આવે છે. તેણે 2008માં જૈશ એ મોહમ્મદ જોઈન કર્યું અને તાલિમાનમાં ટ્રેનિંગ લીધી. 2010માં તે ઉત્તરી વજીરિસ્તાન આવી ગયો હતો. ત્યારથી જ આતંકની દુનિયામાં તે સામેલ છે. થોડા સમય બાદ તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાં યુવા છોકરાઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું.

પુલવામાં હુમલાની ફેક ફોટો શેર ના કરો, સીઆરપીએફ એડવાઈઝરીપુલવામાં હુમલાની ફેક ફોટો શેર ના કરો, સીઆરપીએફ એડવાઈઝરી

English summary
operation started to kill ghazi rashid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X