• search

ભાજપ સામે વિપક્ષનો મેગા પ્લાન, હાથમાંથી સરકી શકે છે 7 રાજ્યો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ભારતીય જનતા પક્ષ સામે જે રીતે તમામ વિરોધી પક્ષો એક થઈ રહ્યા છે તે જોતા ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. એક પછી એક અલગ અલગ રાજ્યોમાં ભાજપ સામે વિરોધી પક્ષોની એકતાને કારણે 2019 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. વિરોધી પક્ષોનું કહેવુ છે કે જે રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોએ 2014 માં સારુ પ્રદર્શન કર્યુ હતુ તેમાંથી 7 રાજ્યોમાં પક્ષને હારનો સામનો કરવો પડી શકે છે.

  2014 માં આ રાજ્યોમાં મળી 255 સીટો

  2014 માં આ રાજ્યોમાં મળી 255 સીટો

  જે સાત રાજ્યોમાં વિરોધી પક્ષ ભાજપ અને તેના સહયોગી પક્ષો સામે પોતાની યોજના બનાવી રહ્યા છે તેમાં મુખ્ય રીતે ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને જમ્મુ કાશ્મીર છે. આ બધા રાજ્યોમાં ભાજપ અને તેમના સહયોગી પક્ષોએ સારુ પ્રદર્શન કર્યુ હતુ અને અહીં 255 સીટો પર જીત મેળવી હતી કે જે લોકસભામાં કુલ સીટોના લગભગ 50 ટકા છે. એકલા ભાજપે આ રાજ્યોમાં 150 સીટો પર 2014 માં જીત મેળવી હતી જ્યારે સહયોગી પક્ષોએ આ સંખ્યામાં વધારો કર્યો હતો.

  ઘણા રાજ્યોમાં વહેંચાયા મતો

  ઘણા રાજ્યોમાં વહેંચાયા મતો

  મોદી લહેર ઉપરાંત ભાજપના વિરોધી પક્ષોમાં મતભેદ હોવાના કારણે ભાજપને ઘણો ફાયદો મળ્યો હતો. એકલુ તમિલનાડુ એવુ રાજ્ય હતુ જ્યાં ભાજપને કંઈ ખાસ લાભ ન મળ્યો પરંતુ આ સિવાય અન્ય રાજ્યોમાં પક્ષે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તમિલનાડુમાં ભાજપે માત્ર એક સીટ પર જીત મેળવી હતી અને સારુ પ્રદર્શન કર્યુ હતુ જ્યારે 39 માંથી 37 સીટો પર એઆઈએડીએમકેએ જીત મેળવી હતી. સૂત્રોની માનીએ તો ભાજપને સત્તાથી દૂર કરવા માટે તમામ વિપક્ષી દળો પોતાની મત બેંકને એક કરવામાં લાગી ગઈ છે.

  વિપક્ષ એક થયો

  વિપક્ષ એક થયો

  વિપક્ષી દળના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે અમારુ લક્ષ્ય છે કે રાજ્યોમાં વિપક્ષી દળોની એકતા જાળવી રાખવી અને ગઠબંધન દ્વારા સીટો પર જીત મેળવવી. આની પાછળનું મોટુ કારણ એ છે કે ભાજપ વિરોધી મતબેંકને વહેંચવા દેવામાં ન આવે. આ યોજના હેઠળ જ્યાં એક તરફ સપા-બસપા સાથે આવી ગયા છે. જે રીતે 2014 માં એકલા ભાજપે 71 સીટો પર જીત મેળવી હતી તેણે બંને મુખ્ય સ્થાનિક પક્ષોની મુશ્કેલી વધારી દીધી હતી. આ જ કારણે યુપીમાં સપા-બસપા, આરએલડી અને કોંગ્રેસ સાથે આવી શકે છે.

  આ રાજ્યોમાં બદલશે સ્થિતિ

  આ રાજ્યોમાં બદલશે સ્થિતિ

  મધ્યપ્રદેશની વાત કરીએ તો કોંગ્રેસ સપા અને બસપા સાથે ગઠબંધન કરી શકે છે. એવામાં જો આ સમીકરણ કામ કરે તો 2014 ની સ્થિતિમાં બદલાવ આવી શકે છે. વળી, બિહારમાં ભાજપને 40 માંથી 31 સીટો પર જીત મળી હતી. માટે રાજદ, કોંગ્રેસ, એનસીપી, શરદ યાદવ અને જીતન રામ માંઝી સાથે આવી શકે છે. ઝારખંડમાં ભાજપે 14માંથી 12 સીટો પર જીત મેળવી હતી. અહીં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી, મરાંડી ગઠબંધન થઈ શકે છે. કર્ણાટકમાં કુમારસ્વામી સાથે તનાતની છતાં કોંગ્રેસ અહી ગઠબંધન જાળવી રાખવાની કોશિશ કરશે. અહીં 2014 માં ભાજપને 28 માંથી 14 સીટો પર જીત મળી હતી.

  જૂના સહયોગીઓ પર નજર

  જૂના સહયોગીઓ પર નજર

  મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ભાજપે શિવસેનાની સાથે મળીને ચૂંટણી લડી હતી. 48 માંથી 23 પર ભાજપને જ્યારે 18 સીટ પર શિવસેનાને જીત મળી હતી. આને જોતા કોંગ્રેસ અને એનસીપીએ અહીં ગઠબંધન માટે સૈધ્ધાંતિક સંમતિ આપી દીધી છે. આ ઉપરાંત ભાજપ વિરોધી નાના પક્ષોને પણ સાથે લાવવાની કોશિશ ચાલી રહી છે જેમાં આરપીઆઈ, સ્વાભિમાન પક્ષ, બહુજન વિકાસ, અગાધી, સીપીએમ, એસપી વગેરે શામેલ છે. રાહુલ ગાંધી અને શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાત બાદ મલ્લિકાર્જૂન ખડગે રવિવારે મુંબઈ જશે અને અહીં મહત્વના નેતાઓ સાથે મુલાકાત કરશે.

  આ રાજ્યો મોટા પડકાર

  આ રાજ્યો મોટા પડકાર

  જમ્મુ કાશ્મીરમાં પીડીપી-ભાજપ વચ્ચે ટકરાવ બાદ કોંગ્રેસ એનસી એકસાથે ભાજપ માટે મોટો પડકાર ઉભો કરવાની યોજના બનાવી રહ્યા છે. અહીં ભાજપ-પીડીપીએ બધી 6 લોકસભા સીટો પર જીત મેળવી હતી. વળી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી હજુ પણ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે માટે ભાજપ માટે અહીં રસ્તો સરળ નહિ રહે.

  English summary
  Opposition mega strategy BJP likely to lose 7 major states in 2019 Loksabha poll.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more