For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝિટ પોલ બાદ વિપક્ષે EVM પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીઓ કાલે ચૂંટણી પંચને મળશે

એક્ઝિટ પોલ બાદ વિપક્ષે EVM પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીઓ કાલે ચૂંટણી પંચને મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી પરિણામ નજીક છે ત્યારે ફરી વિપક્ષોએ ઈવીએમ પર સવાલો ઉઠાવવા શરૂ કરી દીધા છે. એક્ઝિટ પોલમાં ભાજપની ફરીથી સરકા બનાવતી જોઈ વિપક્ષી દળોએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે મંગળવારે આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ સહિત વિપક્ષી દળોના કેટલાય નેતા એકસાથે મળી ચૂંટણી પંચ જશે. વિપક્ષ ઈવીએમ અને વીવીપટ મેચ કરવાના મામલે ચૂંટણી પંચ સાથે આ મુલાકાત કરનાર છે.

ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા

ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા

વિપક્ષ તરફથી આરોપ લગવવામાં આવ્યો છે કે, કેન્દરની મોદી સરકાર ઈવીએમમાં કરાયેલ ષડયંત્રો છૂપાવવા માટે એક્ઝિટ પોલની નૌટંકી કરી રહી છે. ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે વિપક્ષના નેતા આ મુદ્દા પર પણ રણનીતિ બનાવશે અને ચૂંટણી પંચ પાસે માંગણી કરવામાં આવશે કે વોટોની ગણતરીમાં પારદર્શિતા અને જવાબદેહી નક્કી કરવામાં આવે. તેમણે તમામ વોટોને વીવીપટ સાથે મેચ કરવા પર આયોગના વિલંબને શકનું કારણ ગણાવ્યું. જ્યારે કોંગ્રેસી નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણીમાં સરકારી તંત્ર અને ચૂંટણી આયોગની શક્તિઓનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે દેશની ભાવના મોદી વિરુદ્ધ છે, છતાં મોદી જીતશો તો આ સિસ્ટમ પર મોટો પ્રશ્નાર્થ હશે.

ચૂંટણી પંચને મળશે વિપક્ષ

ચૂંટણી પંચને મળશે વિપક્ષ

માકપાના મહાસચિવ સીતારામ યેચુરીએ એક ટ્વીટમાં કહ્યું કે વીવીપેટ અને ઈવીએમ મેચ કરવાના મામલામાં અંતર રહવાની સ્થિતિ વિશે ચૂંટણી પંચે અત્યાર સુધીમાં પ્રક્રિયા નિર્ધારિત નથી કરી. એકપણ ઈવીએમ, વીવીપેટ નમૂનામાં અંતર રહેવા પર ચૂંટણી પ્રક્રિયાની સત્યનિષ્ઠાને યથાવત રાખવા માટે ચૂંટણી ક્ષેત્રમાં તમામ વીવીપેટની ગણતરી થવી જોઈએ. અગાઉ કોંગ્રેસની નતા રાશિદ અલ્વીએ નિવેદન આપતા કહ્યું હતું કે જો એક્ઝિટ પોલના પરિણામ સાચા સાબિત થાય છે, તો તેનો મતલબ ઈવીએમમાં ગડબડી થઈ છે. તેમણે કહ્યું કે તમામ એક્ઝિટ પોલ એકતરફા પરિણામ દેખાડી રહ્યા છે, માટે અમે તના પર વિશ્વાસ ન કરી શકીએ.

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની જીત એ ષડયંત્ર હતું

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની જીત એ ષડયંત્ર હતું

અલ્વીએ કહ્યું કે જો એક્ઝિટ પોલ જેવા પરિણામ આવે છે તો અમારું માનવું છે કે પાછલા દિવસોમાં ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જ્યાં જ્યાં કોંગ્રેસ જીતી છે તે એક ષડયંત્ર હતું. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીતની સાથે જ વિશ્વાસ જતાવ્યો કે ઈવીએમ સાચાં છે. આનાથી તેમણે એ પણ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે ચૂંટણી પં પર સરકારની કોઈ દખલ નથી.

ઈવીએમમાં ગડબડી જ ગેમ પ્લાન છે

ઈવીએમમાં ગડબડી જ ગેમ પ્લાન છે

જ્યારે રવિવારે એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકારની ભવિષ્યવાણી બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક્ઝિટ પોલને એમ કહીને નકારી કાઢ્યા કે આ એક ગેમ પ્લાન અંતર્ગત કરવામાં આવી હ્યો છે. મમતા બેનરજીએ ટ્વીટ કર્યું કે, 'હું એક્ઝિટ પોલના ગોસિપ પર ભરોસો નથી કરતી. આ ગોસિપ દ્વારા ઈવીએમ પર છેડછાડ થઈ શકે અથવા હજારો ઈવીએમ બદલી શકાય તે ગેમ પ્લાન છે.'

કુમારસ્વામીએ પણ આરોપ લગાવ્યો

કુમારસ્વામીએ પણ આરોપ લગાવ્યો

બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર વાલ ઉઠાવ્યા છે. સીએમ કુમારસ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીના કાર્યકાળમાં તમામ રાજનૈતિક પાર્ટીઓ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી ચૂકી છે. વિપક્ષોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ માંગણી કરી હતી કે ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવામાં આવે જેથી પારદર્શિત રીતે ચૂંટણી થઈ શકે. ઈવીએમમાં ધાંધલી કરી શકાય છે.

એક્ઝિટ પોલ પરનો રિપોર્ટ

તમામ ચેનલ દ્વારા કરવામાં આવેલ એક્ઝિટ પોલ વિશેનો સંપૂર્ણ રિપોર્ટ વન ઈન્ડિયા ગુજરાતીના યૂટ્યૂબ ચેનલ પર જુઓ..

ગડકરીને મળ્યા RSSના મહાસચિવ ભૈયાજી જોશી, એક્ઝિટ પોલ પર કહી આ મોટી વાતગડકરીને મળ્યા RSSના મહાસચિવ ભૈયાજી જોશી, એક્ઝિટ પોલ પર કહી આ મોટી વાત

English summary
Opposition raises questions on EVM after exit poll, will meet with Election Commission tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X